Video: પ્રવાસીઓ દાલ સરોવરમાં શિકારા સવારી માણી રહ્યા

સોર્સ: gstv

જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરમાં હાલ ગુલાબી ઠંડી અને આહલાદક હવામાન વચ્ચે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવી પહોંચ્યા છે. દેશ-વિદેશથી આવેલા સૈલાણીઓ કાશ્મીરના નયનરમ્ય વાતાવરણ અને કુદરતી સૌંદર્યનો આનંદ માણી રહ્યા છે. વિશ્વપ્રસિદ્ધ દાલ સરોવરમાં શિકારાની સવારી પ્રવાસીઓ માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બની છે. સરોવરના શાંત પાણીમાં શિકારા પર બેસીને પહાડો અને આસપાસની સુંદરતા નિહાળવાનો અનુભવ પ્રવાસીઓ માટે યાદગાર બની રહ્યો છે. ગુલાબી હવામાન અને શિકારા રાઇડને કારણે સ્થાનિક પ્રવાસન ઉદ્યોગમાં નવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે તથા સ્થાનિક વેપારીઓ અને શિકારા ચાલકોના ચહેરા પર ખુશી છવાઈ છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત