Video: પેકેજ્ડ ફૂડ પર સુપ્રીમ કોર્ટનો કડક આદેશ: વધુ સુગર, સોલ્ટ કે ફેટ હોય તો આગળના ભાગે લગાવવું પડશે અલગ 'લાલ ષટ્કોણ' લેબલ

સોર્સ: gstv

પેકેજ્ડ ફૂડ અને પીણાંના ગ્રાહકોના સ્વાસ્થ્યને લઈને સુપ્રીમ કોર્ટે મહત્ત્વપૂર્ણ નિર્દેશ આપ્યો છે. વધુ ખાંડ, મીઠું અથવા ફેટ ધરાવતા ખાદ્યપદાર્થોના પેકેટ પર આગળની બાજુએ અલગ-અલગ ચેતવણી લેબલ લગાવવા FSSAIને નિર્દેશ આપવામાં આવ્યો છે. આ માટે લાલ રંગના ષટ્કોણ આકારમાં HIGH SUGAR, HIGH SALT અને HIGH FATની ચેતવણી દર્શાવવાની રહેશે. જેથી ગ્રાહકો પેકેટ ખોલતા પહેલાં જ જાણી શકશે કે કઈ ખાદ્ય ચીજ સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે. નિયમો બનાવવામાં થઈ રહેલા વિલંબ અને કંપનીઓને 365 દિવસની છૂટ આપવાના પ્રસ્તાવ સામે પણ કોર્ટે ચિંતા વ્યક્ત કરી છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે વ્યાપારી હિતો કરતાં લોકોનું સ્વાસ્થ્ય વધુ મહત્ત્વનું છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત