Video: લોકભવન માર્ચ દરમિયાન કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ

સોર્સ: gstv

ઉત્તરાખંડની રાજધાની દેહરાદૂનમાં લોકભવન તરફ કોંગ્રેસ દ્વારા વિરોધ માર્ચ યોજવામાં આવી હતી. આ દરમિયાન કોંગ્રેસના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણની સ્થિતિ સર્જાઈ હતી. વિરોધ માર્ચ દરમિયાન કાર્યકરો લોકભવન તરફ આગળ વધવાનો પ્રયાસ કરી રહ્યા હતા, ત્યારે પોલીસે તેમને રોકવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન બંને પક્ષો વચ્ચે ધક્કામુક્કી થઈ હતી. ઘટનાને પગલે સ્થળ પર તંગદિલીનો માહોલ જોવા મળ્યો હતો. કોંગ્રેસના નેતા ગણેશ ગોડિયાલ પણ આ વિરોધ પ્રદર્શન દરમિયાન હાજર રહ્યા હતા.

આ સમાચાર શેર કરો

જાહેરાત