Video: બિસ્લેરીના પેકેજ્ડ પાણીમાં જોખમી તત્વો મળ્યાનો દાવો, FSSAIએ કેસ ચલાવવાની આપી મંજૂરી

દેશની જાણીતી પેકેજ્ડ વોટર કંપની બિસ્લેરી સામે FSSAIએ કડક કાર્યવાહી કરી છે. 22 નવેમ્બર 2026ના રોજ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ અસુરક્ષિત પાણી વેચવાના મામલે કંપની સામે કાયદેસર કેસ ચલાવવાની મંજૂરી આપી છે. FSSAIની તપાસમાં બિસ્લેરીના પાણીના નમૂનામાં નિર્ધારિત મર્યાદા કરતાં વધુ પ્રમાણમાં બ્રોમેટ અને પોલીન્યુક્લિયર એરોમેટિક હાઈડ્રોકાર્બન્સ એટલે કે PAHs મળી આવ્યા છે. ખાસ વાત એ છે કે આ સેમ્પલ બજારમાંથી નહીં પરંતુ કંપનીના પરિસરમાંથી લેવામાં આવ્યા હતા અને બીજી વખતની તપાસમાં પણ પાણી અસુરક્ષિત જણાયું હતું. આ બંને તત્વો સ્વાસ્થ્ય માટે જોખમી હોવાની સાથે કેન્સર સાથે પણ સંકળાયેલા છે. બીજી તરફ એનર્જી ડ્રિંકના લેબલ મામલે પણ FSSAI અને મોટી બેવરેજ કંપનીઓ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે, જેમાં રેડ બુલને દિલ્હી હાઈકોર્ટમાંથી વચગાળાની રાહત મળી છે.
જાહેરાત











