મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

'જો 0.1 ટકા જેટલી ભૂલ હોય તો પણ તપાસ થવી જોઈએ', સુપ્રીમે NEET મુદ્દે NTA પાસે માંગ્યો જવાબ

NEET UG 2024 પરીક્ષા અને તેના પરિણામો બાબતે વિવાદ ચાલુ છે. સુપ્રીમ કોર્ટે મંગળવારે (18 જૂન, 2024) NTAને

'જો 0.1 ટકા જેટલી ભૂલ હોય તો પણ તપાસ થવી જોઈએ', સુપ્રીમે NEET મુદ્દે NTA પાસે માંગ્યો જવાબ

NEET UG 2024 પરીક્ષા અને તેના પરિણામો બાબતે વિવાદ ચાલુ છે. સુપ્રીમ કોર્ટે મંગળવારે (18 જૂન, 2024) NTAને નોટિસ જારી કરીને 8 જુલાઈના રોજ જવાબ આપવા જણાવ્યું હતું. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, જો 0.1 ટકા જેટલી ભૂલ હોય તો પણ તેની તપાસ થવી જરૂરી છે. કારણ કે આ લાખો બાળકો સાથે જોડાયેલો મામલો છે. અમે આશા રાખીએ છીએ કે NTA સમયસર યોગ્ય પગલાં લેશે. કોર્ટે કહ્યું કે જો કોઈ આ ભૂલને કારણે ડોક્ટર બને છે તો તે સમાજ માટે ઘણું નુકસાનકારક હશે. આ કેસની આગામી સુનાવણી 8મી જુલાઈએ થશે.

અરજદારે કોર્ટમાં રજૂઆત કરી કે, NTAએ અત્યાર સુધી કરેલી તપાસની માહિતી પણ આપવી જોઈએ. આ અંગે સુપ્રીમ કોર્ટે કહ્યું કે તમે (અરજીકર્તાઓ) તમારી તમામ માંગણીઓ 8મી જુલાઈએ રજૂ કરો. અરજદારના વકીલ દિનેશ જોટવાણીએ જણાવ્યું હતું કે આજની સુનાવણી વિદ્યાર્થી માટે ખૂબ સારી રહી. કોર્ટે NTAને ફટકાર લગાવતા કહ્યું કે તમે દેશની આરોગ્ય સિસ્ટમ સાથે ખિલવાડ કરી રહ્યા છો. 

છેલ્લી સુનાવણીમાં શું થયું હતું?

કેન્દ્ર સરકાર અને નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ છેલ્લી સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે તેઓએ MBBS અને અન્ય આવા અભ્યાસક્રમોમાં પ્રવેશ માટેની પરીક્ષામાં હાજર રહેલા 1,563 ઉમેદવારોને આપવામાં આવેલા ગ્રેસ નંબરો રદ કરી દીધા છે.

આ અંગે કેન્દ્ર સરકારે કહ્યું કે, આવા વિદ્યાર્થીઓ પાસે ફરી પરીક્ષા આપવાનો અથવા સમય ગુમાવવા માટે આપવામાં આવેલ ગ્રેસ નંબર છોડી દેવાનો વિકલ્પ હશે. વિદ્યાર્થીઓને 23 જૂને ફરીથી પેપર આપવા અથવા તેમના વાસ્તવિક ગુણના આધારે મેડિકલ કોલેજોમાં પ્રવેશ માટે કાઉન્સિલિંગમાં ભાગ લેવાનો વિકલ્પ આપવામાં આવ્યો છે. તેનું પરિણામ 30 જૂને આવશે.

આ સમાચાર શેર કરો