કેજરીવાલના વચગાળાના જામીન પર સુપ્રીમ કોર્ટે ચુકાદો સુરક્ષિત રાખ્યો
અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન આપવા મામલે સુપ્રીમ કોર્ટે ચુકાદો સુરક્ષિત રાખ્યો છે. સુપ્ર

અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન આપવા મામલે સુપ્રીમ કોર્ટે ચુકાદો સુરક્ષિત રાખ્યો છે. સુપ્રીમ કોર્ટે કેજરીવાલ પર કોઇ આદેશ પ્રસાર કર્યો નથી.
કેજરીવાલે ધરપકડને કોર્ટમાં પડકાર્યો હતો. આ પહેલા કોર્ટે કહ્યું હતું કે અમે અંતિમ આદેશ આપ્યા પહેલા અવાર નવાર વચગાળાના આદેશ જાહેર કરીએ છીએ. અમે આ વાત પર નથી જઇ રહ્યાં કે તે રાજકીય વ્યક્તિ છે કે નથી. અમે એમ પણ જોઇ રહ્યાં છીએ કે આ કેસ યોગ્ય છે કે નથી.
દિલ્હીની કોર્ટે 20 મે સુધી જ્યુડિશિયલ કસ્ટડી વધારી
અરવિંદ કેજરીવાલને દિલ્હીની કોર્ટે લીકર કૌભાંડ કેસમાં રાહત આપી નથી. કેજરીવાલની જ્યુડિશિયલ કસ્ટડી 20 મે સુધી વધારવામાં આવી છે.
એડિશનલ સોલિસીટર જનરલ એસવી રાજૂએ કહ્યું હતું કે મનીષ સિસોદિયાની જામીન અરજી ફગાવી દેવામાં આવ્યા બાદ 1100 કરોડ રૂપિયા જોડવામાં આવ્યા છે. તેના પર કોર્ટે પૂછ્યું કે બે વર્ષમાં 1100 કરોડ રૂપિયા કેવી રીતે થઈ ગયા? તમે પહેલા કહ્યું હતું કે 100 કરોડનો મામલો છે. આના પર એડિશનલ સોલિસિટર જનરલ એસવી રાજુએ કહ્યું કે લિકર પોલિસીના ફાયદાના કારણે આવું થયું છે. તેના પર જસ્ટિસ ખન્નાએ કહ્યું કે આખી આવક ગુનાની આવક કેવી રીતે બની?
સુપ્રીમ કોર્ટે ઈડી પાસેથી અરવિંદ કેજરીવાલની ધરપકડ પહેલાની ફાઈલ પણ માંગી અને કહ્યું કે બે વર્ષથી તપાસ ચાલી રહી છે. કોઈપણ તપાસ એજન્સી માટે બે વર્ષ સુધી આ રીતે તપાસ ચાલુ રાખવી યોગ્ય નથી.
આ ઉપરાંત એસવી રાજુએ કહ્યું હતું કે અમને જાણવા મળ્યું કે ગોવાની ચૂંટણી દરમિયાન અરવિંદ કેજરીવાલના 7-સ્ટાર હોટલમાં રોકાણના ખર્ચનો કેટલોક હિસ્સો દારૂની કંપનીઓ પાસેથી રોકડ લીધેલી વ્યક્તિએ ચૂકવ્યો હતો. કેજરીવાલને નિર્દોષ જાહેર કરનાર કોઈ આરોપી કે સાક્ષીના નિવેદનોમાં એક પણ નિવેદન નથી.
આ એક અસાધારણ સ્થિતિ છેઃ સુપ્રીમ કોર્ટ
જસ્ટિસ ખન્નાએ કહ્યું હતું કે અત્યારે ચૂંટણીની ચાલી રહી છે. આ એક અસાધારણ સ્થિતિ છે. તેઓ દિલ્હીના મુખ્યમંત્રી છે. તેમની સામે કોઈ કેસ નથી. તેમના નિવેદનનો વિરોધ વ્યક્ત કરતા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે આવું માત્ર એટલા માટે ન થઈ શકે કારણ કે કોઈ સીએમ છે. શું આપણે નેતાઓ માટે અપવાદો બનાવીએ છીએ? શું ચૂંટણી માટે પ્રચાર વધુ મહત્વપૂર્ણ છે?
જસ્ટિસ ખન્નાએ કહ્યું કે આ અલગ મામલો છે. પાંચ વર્ષમાં એકવાર ચૂંટણી યોજાય છે. આ સામે એસજી તુષાર મહેતાએ જણાવ્યું હતું કે તેઓ સમન્સને છ મહિના માટે મુલતવી રાખતા હતા. જો તેમણે અગાઉ સહકાર આપ્યો હોત તો કદાચ ધરપકડ ન થઈ હોત.
શું છે મામલો?
દિલ્હીના કથિત દારૂ કૌભાંડમાં EDએ 21 માર્ચે અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી હતી. અગાઉ, EDએ તેમને આ કેસમાં પૂછપરછ માટે 9 સમન્સ જારી કર્યા હતા. જો કે કેજરીવાલ કોઈ સમન્સ પર હાજર થયા ન હતા. સેન્ટ્રલ ઇન્વેસ્ટિગેશન એજન્સીનો આરોપ છે કે તેઓ જ કૌભાંડ આચર્યું છે તેમજ દારૂના વેપારીઓ પાસેથી લાંચ માંગવામાં તેઓ સીધા જ સંડોવાયેલા છે.








