મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

કેજરીવાલને દિલ્હીના મુખ્યમંત્રી પદેથી હટાવવાની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી

જેલમાં ગયા બાદ પણ અરવિંદ કેજરીવાલના દિલ્હીના મુખ્યમંત્રી રહેવા વ

કેજરીવાલને દિલ્હીના મુખ્યમંત્રી પદેથી હટાવવાની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી

જેલમાં ગયા બાદ પણ અરવિંદ કેજરીવાલના દિલ્હીના મુખ્યમંત્રી રહેવા વિરૂદ્ધ અરજી સાંભળવાનો સુપ્રીમ કોર્ટે ઇનકાર કરી દીધો છે. કોર્ટે કહ્યું કે અમે આમ નથી કરી શકતા.

અરજી કરનારનું કહેવું હતું કે કેજરીવાલ વ્યક્તિગત સ્વાર્થને કારણે પદ છોડતા નથી. કેજરીવાલના જેલમાં રહેવાને કારણે જરૂરી કામ પ્રભાવિત થઇ રહ્યાં છે પરંતુ સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ જોવું LGના અધિકાર ક્ષેત્રમાં આવે છે. કોર્ટ કોઇને પદ પરથી હટાવવાનો આદેશ ના આપી શકે. 

સુપ્રીમ કોર્ટે શું કહ્યું?

સુપ્રીમ કોર્ટે કહ્યું કે તે યોગ્યતાની વાત છે, પરંતુ અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ તેમને મુખ્યમંત્રી પદેથી હટાવવાની માંગ કરવાનો કોઈ કાયદાકીય અધિકાર નથી.  

મહત્ત્વપૂર્ણ છે કે, દિલ્હી લિકર પોલિસી સાથે જોડાયેલા કેસમાં ED દ્વારા ધરપકડ બાદ કોર્ટમાં કેજરીવાલને મુખ્યમંત્રી પદેથી હટાવવાની માંગ કરતી અરજી દાખલ કરવામાં આવી હતી. કોર્ટે આ અરજી એવા સમયે ફગાવી છે જ્યારે અરવિંદ કેજરીવાલને તાજેતરમાં લોકસભા ચૂંટણીને જોતા સુપ્રીમ કોર્ટે 1 જૂન સુધી વચગાળાના જામીન આપ્યા છે. 

કેજરીવાલે શું કહ્યું હતું?

અરવિંદ કેજરીવાલે તિહાર જેલમાંથી જામીન પર બહાર આવ્યા બાદ કહ્યું હતું કે ભાજપ મારૂ રાજીનામું દિલ્હીમાં સરકાર પાડવા માટે માંગતી હતી પરંતુ હું આવું નહીં થવા દઉં. કેજરીવાલે દાવો કરતા કહ્યું, 'તે દિલ્હીની સરકારને પાડી શકતા નથી, તે અમારા ધારાસભ્યોને ના તોડી શક્યા. તે પંજાબની સરકારને પણ તોડી નથી શક્યા. ભાજપની યોજના નિષ્ફળ થઇ ગઇ છે.'

આ સમાચાર શેર કરો