Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Supreme Court order ignored by High Court judges, so far 12% judges have declared assets

સુપ્રીમના આદેશની હાઇકોર્ટના જજ દ્વારા જ અવગણના, અત્યાર સુધી ફક્ત 12% જજે સંપત્તિ કરી જાહેર

Timeછેલ્લું અપડેટ : 12 Apr 2025
લાઇવ ટીવીGoogle News
સુપ્રીમના આદેશની હાઇકોર્ટના જજ દ્વારા જ અવગણના, અત્યાર સુધી ફક્ત 12% જજે સંપત્તિ કરી જાહેર

સુપ્રીમ કોર્ટે તાજેતરમાં કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટના વર્તમાન અને ભવિષ્યના તમામ જજે સંપત્તિની વિગતો વેબસાઈટ પર જાહેર કરવાની રહેશે. દિલ્હી હાઈકોર્ટથી અલ્લાહાબાદ હાઈકોર્ટ ટ્રાન્સફર કરાયેલા જજ યશવંત વર્માના ઘરેથી આગની ઘટના સમયે કરોડો રૂપિયા રોકડા મળવાની ઘટના બાદ સુપ્રીમ કોર્ટ દ્વારા આ નિર્ણય લેવાયો હતો. જોકે હજુ સુધી હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ફક્ત 12 ટકા જજે સંપત્તિની વિગતો જાહેર કરી છે. 

App Store

સુપ્રીમ કોર્ટની શું છે સ્થિતિ? 

તાજેતરમાં સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટની વેબસાઇટ પર જજ દ્વારા સામે ચાલીને જાહેર કરાયેલી સંપત્તિની વિગતો મુજબ 11 એપ્રિલ 2025 સુધી 11.94 ટકા જજે પોતાની સંપત્તિ જાહેર કરી હતી. સુપ્રીમ કોર્ટના 33માંથી 30 જજોએ ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા સમક્ષ પોતાની સંપત્તિની વિગતો જાહેર કરી દીધી પણ કેટલીક ટેક્‌નિકલ ખામીને કારણે આ વિગતો સુપ્રીમ કોર્ટની વેબસાઇટ પર જાહેર નથી કરી શકાય તેવો દાવો કરાયો છે. જોકે હજુ સુધી સુપ્રીમ કોર્ટના એક 33માંથી એક પણ જજની વિગતો વેબસાઇટ પર ઉપલબ્ધ જ નથી. 

હાઈકોર્ટના જજની શું છે સ્થિતિ? 

જ્યારે હાઇકોર્ટના 762 જજમાંથી 95ની એટલે કે 12.46 ટકા જજની સંપત્તિની વિગતો કોર્ટની વેબસાઇટ પર ઉપલબ્ધ છે. જ્યારે 19 હાઇકોર્ટ એવી છે કે જેમના જજની સંપત્તિની વિગતો વેબસાઇટ પર ઉપલબ્ધ નથી. જેમાં સૌથી મોટી 81 જજો ધરાવતી અલ્લાહાબાદ હાઇકોર્ટનો પણ સમાવેશ થાય છે. રિપોર્ટ મુજબ આવી અન્ય હાઇકોર્ટમાં બોમ્બે, કલકત્તા, ગુજરાત, પટણા હાઇકોર્ટનો પણ સમાવેશ થાય છે.  કેરળ હાઇકોર્ટના જજ સંપત્તિ જાહેર કરવામાં અગ્રેસર રહ્યા છે. કેરળ હાઇકોર્ટના 44માંથી 41 જજે પોતાની સંપત્તિ જાહેર કરી દીધી હતી.

ગુજરાત હાઈકોર્ટના 25માંથી એક પણ જજે વિગતો જાહેર ન કરી 

અત્યાર સુધીની માહિતી અનુસાર ગુજરાત હાઈકોર્ટના જજ સંપત્તિ જાહેર કરવામાં સાવ પાછળ રહી ગયા છે. હજુ સુધી 25 જજમાંથી કોઇ જજે વિગતો વેબસાઈટ પર જાહેર કરાવી નથી. જ્યારે કેરળ, પંજાબ એન્ડ હરિયાણા જેવા રાજ્યોના જજ સંપતિની વિગતો જાહેર કરવા મામલે આગળ રહ્યા છે. 

તમામ કોર્ટની શું છે સ્થિતિ? 

કોર્ટનું નામ ન્યાયાધીશની સંખ્યા સંપત્તિ જાહેર કરનાર ન્યાયાધીશની સંખ્યા
સુપ્રીમ કોર્ટ 33 0
કર્ણાટક હાઈકોર્ટ 50 0
અલ્હાબાદ હાઈકોર્ટ 81 0
કેરાલા હાઈકોર્ટ 44 41
આંધ્રપ્રદેશ હાઈકોર્ટ 30 0
મધ્ય પ્રદેશ હાઈકોર્ટ 34 0
બોમ્બે હાઈકોર્ટ 65 0
મદ્રાસ હાઈકોર્ટ 65 5
કલકત્તા હાઈકોર્ટ 46 0
મેઘાલય હાઈકોર્ટ 4 0
છત્તીસગઢ હાઈકોર્ટ 16 1
ઓડિશા હાઈકોર્ટ 18 0
પટણા હાઈકોર્ટ 36 0
દિલ્હી હાઈકોર્ટ 36 7
પંજાબ અને હરિયાણા હાઈકોર્ટ 53 30
ગુવાહાટી હાઈકોર્ટ 25 0
રાજસ્થાન હાઈકોર્ટ 38 0
ગુજરાત હાઈકોર્ટ 32 0
સિક્કિમ હાઈકોર્ટ 3 0
હિમાચલ પ્રદેશ હાઈકોર્ટ 12 11
ત્રિપુરા હાઈકોર્ટ 4 0
મણિપુર હાઈકોર્ટ 3 0
ઉત્તરાખંડ હાઈકોર્ટ 9 0
જમ્મુ-કાશ્મીર હાઈકોર્ટ 13 0
તેલંગાણા હાઈકોર્ટ 30 0
ઝારખંડ હાઈકોર્ટ 15 0
Total 795 95