Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Supreme Court News: Case related to ban on pornography reaches Supreme Court, court does not give order

Supreme court News: પોર્નોગ્રાફી પર પ્રતિબંધને લગતો કેસ સર્વોચ્ચ અદાલત પહોંચ્યો, કોર્ટે આદેશ ના આપ્યો

Timeછેલ્લું અપડેટ : 03 Nov 2025
લાઇવ ટીવીGoogle News
Supreme court News: પોર્નોગ્રાફી પર પ્રતિબંધને લગતો કેસ સર્વોચ્ચ અદાલત પહોંચ્યો, કોર્ટે આદેશ ના આપ્યો
સોર્સ : GSTV

દેશમાં પોર્નોગ્રાફી પર પ્રતિબંધને લગતો કેસ આજે સમાચારમાં છે. કારણ કે, આ કેસ સર્વોચ્ચ અદાલતમાં પહોંચ્યો હતો, અને સુપ્રીમ કોર્ટે સોમવારે એટલે કે આજે પોર્નોગ્રાફી પર પ્રતિબંધ મૂકવાની માગ કરતી આ અરજી પર કોઈ આદેશ આપવાનો ઇનકાર કરી દીધો હતો. અરજીની સુનાવણી દરમિયાન કોર્ટે સપ્ટેમ્બરમાં નેપાળમાં થયેલા Gen-Z વિરોધ પ્રદર્શનની તુલના કરતા કહ્યું કે, જુઓ નેપાળમાં પ્રતિબંધને લઈને શું થયું. CJI બી. આર. ગવઈની અધ્યક્ષતાવાળી ખંડપીઠે કહ્યું કે, અરજી પર ચાર અઠવાડિયા બાદ આગળની સુનાવણી થશે. નોંધનીય છે કે, CJI ગવઈ 23 નવેમ્બરે નિવૃત્ત થવાના છે. 

App Store

અરજદારની શું માગ હતી? 

અરજદારે કેન્દ્ર સરકારને પોર્નોગ્રાફી જોવા પર અંકુશ લગાવવા માટે એક રાષ્ટ્રીય નીતિ બનાવવા અને એક કાર્યયોજના તૈયાર કરવા માટે નિર્દેશ કરવાની માગ કરી હતી, જેમાં પુખ્ત વયના લોકો માટે વિશિષ્ટ પ્રતિબંધો અને જાહેર સ્થળોએ આવી સામગ્રી જોવા પર પ્રતિબંધનો સમાવેશ થાય છે.

'પોર્નોગ્રાફી જોવાથી રોકવા માટે કોઈ સિસ્ટમ નથી'

અરજદારે તર્ક આપ્યો હતો કે, ડિજિટલાઇઝેશન બાદ, દરેક ડિજિટલરૂપે એકબીજા સાથે જોડાયેલા છે. શિક્ષિત હોય કે અશિક્ષિત, તેનાથી કોઈ ફરક નથી પડતો. બધું જ એક જ ક્લિકમાં ઉપલબ્ધ છે. અરજદારે એ પણ કહ્યું કે, સરકારે સ્વીકાર્યું છે કે, ઈન્ટરનેટ પર અશ્લીલ સામગ્રીને પ્રોત્સાહન આપતી અબજો સાઇટ્સ ઇન્ટરનેટ પર ઉપલબ્ધ છે. કોવિડ દરમિયાન, સ્કૂલના બાળકો ડિજિટલ ડિવાઇસનો ઉપયોગ કરતા હતા અને આ ડિવાઇસ પર પોર્નોગ્રાફી જોવાથી રોકવા માટે કોઈ સિસ્ટમ નથી.

કાયદો બનાવવા માટે કરી માગ 

અરજદારે દલીલ કરી હતી કે, હાલમાં એવું સોફ્ટવેર છે જે માતા-પિતા અથવા વાલીઓને બાળકો જે સામગ્રી જુએ છે તેને પ્રતિબંધિત કરવાની અથવા તેમના બાળકો અથવા વાલીઓ શું બ્રાઉઝ કરી રહ્યા છે તે વાસ્તવિક સમયમાં ટ્રેક કરવાની મંજૂરી આપે છે.

વધુમાં અરજદારે કહ્યું કે, પોર્નોગ્રાફીની આ સમસ્યાને ઉકેલવા માટે કોઈ અસરકારક કાયદા નથી અને પોર્નોગ્રાફી જોવાથી વ્યક્તિઓ તેમજ સમાજ પર, ખાસ કરીને 13 થી 18 વર્ષની વયના યુવાનો પર પ્રતિકૂળ અસર પડે છે. તેણે આ મુદ્દે કાયદો બનાવવાની માગ કરી હતી.

અરજદારનો મોટો દાવો

અરજદારે જણાવ્યું હતુ કે, ભારતમાં આશરે 20 કરોડ પોર્નોગ્રાફિક વિડિઓઝ અથવા ક્લિપ્સ વેચાણ માટે ઉપલબ્ધ છે, જેમાં બાળ જાતીય શોષણ દર્શાવતી સામગ્રી સામેલ છે. એ પણ નિર્દેશ કરવામાં આવ્યો હતો કે કેન્દ્ર સરકાર પાસે પહેલાથી જ માહિતી ટેકનોલોજી કાયદાની કલમ 69A હેઠળ આવી વેબસાઇટ્સને બ્લોક કરવાનો અધિકાર છે. જો કે, સુપ્રીમ કોર્ટે હજુ સુધી આ બાબતે કોઈ નક્કર નિર્દેશો જારી કર્યા નથી, પરંતુ જણાવ્યું છે કે આ કેસની સુનાવણી ચાર અઠવાડિયામાં કરાશે.