Video: ખાનગી હોસ્પિટલોમાં દવાઓ પર વસૂલાતા જંગી માર્જિન અંગે સુપ્રીમ કોર્ટની ફટકાર

સુપ્રીમ કોર્ટે મંગળવારે જરૂરી દવાઓ અને મેડિકલ સાધનો પર ખાનગી હોસ્પિટલો દ્વારા વસૂલાતા જંગી નફા અંગે કેન્દ્ર સરકાર અને ખાનગી હોસ્પિટલો સામે લાલઆંખ કરી છે. જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ સંદીપ મહેતાની ખંડપીઠે નોન-શેડ્યૂલ્ડ દવાઓ પર પ્રાઇસ રેગ્યુલેશન અને ટ્રેડ માર્જિન કેપની માંગ કરતી અરજી પર પોતાનો ચુકાદો અનામત રાખ્યો છે. સુનાવણી દરમિયાન અદાલતે વર્તમાન પ્રાઇસિંગ સિસ્ટમની આકરી ટીકા કરતા હોસ્પિટલોના આ ભારે માર્જિનને ખુલ્લી 'લૂંટ અને ડાકુગીરી' ગણાવી હતી. કોર્ટે ૧૧ હજારનો કીમોથેરાપી ઇન્જેક્શન હોસ્પિટલ દ્વારા ૧ લાખ ૩૦ હજારમાં વેચવાના ઉદાહરણ સાથે કેન્દ્રની સુધારા નીતિઓ પર સવાલ ઉઠ્વ્યા..








