Video: રામલીલા મેદાનમાં ૧ નવેમ્બરે યોજાનારી વિપક્ષની મહારેલીને દિલ્હી પોલીસનું એનઓસી

રામલીલા મેદાનમાં ૧ નવેમ્બરે યોજાનારી ‘ઇન્ડિયા’ ગઠબંધનની મહારેલીને પોલીસે મંજૂરી આપી છે..અગાઉ કોંગ્રેસે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામેના કાર્યક્રમમાં દિલ્હી પોલીસ અડચણો ઊભી કરતી હોવાનો આક્ષેપ કર્યો હતો. જોકે, દિલ્હી પોલીસે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ધ્યાને રાખીને કાર્યક્રમ માટે એનઓસી આપી દીધું છે. સુરક્ષા માટે ૩૫૦૦થી વધુ જવાનો, ૧૦ રિઝર્વ કંપનીઓ અને ૨૦૦થી વધુ સીસીટીવી કેમેરા તૈનાત કરવામાં આવશે. સમગ્ર મેદાનને ૧૪ ઝોનમાં વહેંચીને કડક નિરીક્ષણ હાથ ધરાશે. કોંગ્રેસને સાંજે ૫ વાગ્યા સુધીમાં કાર્યક્રમ આટોપી લેવા અને રાત્રે રોકાણ ન કરવા સહિતની તમામ શરતોનું સખત પાલન કરવા આદેશ અપાયો છે.








