મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

સંભલ જામા મસ્જિદ સર્વેના નિર્ણય સામે સુપ્રીમ ખફા, નીચલી કોર્ટને કોઈ એક્શન ન લેવા આદેશ

સંભલની જામા મસ્જિદમાં સિવિલ જજના સર્વેના ઓર્ડર સામે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ રહી છ

સંભલ જામા મસ્જિદ સર્વેના નિર્ણય સામે સુપ્રીમ ખફા, નીચલી કોર્ટને કોઈ એક્શન ન લેવા આદેશ

સંભલની જામા મસ્જિદમાં સિવિલ જજના સર્વેના ઓર્ડર સામે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ રહી છે. CJI સંજીવ ખન્નાની અધ્યક્ષતાવાળી બે સભ્યોની બેંચ આ કેસની સુનાવણી કરતા કહ્યું કે, અમને આ આદેશ સામે કેટલાક વાંધાઓ છે, પરંતુ શું તે કલમ 227 હેઠળ હાઈકોર્ટના અધિકારક્ષેત્રમાં નથી? નીચલી કોર્ટને કહ્યું કે, આ મુદ્દો રહેવા દો. અમે શાંતિ અને સંવાદિતા ઈચ્છીએ છીએ. અરજદાર પોતાની દલીલો રજૂ કરો ત્યાં સુધી આ મુદ્દો સ્થિર રહેવા દો. નીચલી અદાલતે કોઈ કાર્યવાહી ન કરવાનો આદેશ આપ્યો છે. આગામી ટ્રાયલ 8 ડિસેમ્બરે છે. 

આ પણ વાંચોઃ VIDEO: સંભલમાં હાઈએલર્ટ, જુમ્માની નમાઝને લઈને પોલીસનો જડબેસલાક બંદોબસ્ત

અરજદારોને આદેશને પડકારવાનો અધિકાર

સીજેઆઈએ કહ્યું કે, અમે નથી ઈચ્છતા કે આ સુનાવણી દરમિયાન કંઈ થાય, અમને નથી ખબર કે ઓર્ડર 9 નિયમ 26નું શું થશે. તે કલમ 227 હેઠળ અથવા સુધારેલ હોઈ શકે છે. CJIએ સંભલ જિલ્લા પ્રશાસનને કહ્યું કે, શાંતિ અને સંવાદિતા સુનિશ્ચિત કરો અમે આ બાબતને પેન્ડિંગ રાખીશું. આર્બિટ્રેશન એક્ટની કલમ 43 જુઓ. સંપૂર્ણપણે તટસ્થ રહો. કંઈપણ અનિચ્છનીય ન બને તેની ખાતરી કરો. JIએ કહ્યું કે અમે કેસની યોગ્યતા પર નથી જઈ રહ્યા. અરજદારોને આદેશને પડકારવાનો અધિકાર છે. આ ઓર્ડર 41 હેઠળ નથી, તેથી તમે પ્રથમ અપીલ ફાઇલ કરી શકતા નથી.

આ અરજીમાં શાહી જામા મસ્જિદની જાળવણી કરતી સમિતિએ સિવિલ જજના 19 નવેમ્બરના એકતરફી આદેશ ઉપર સ્ટે મૂકવાની માંગ કરી છે. 

24મીએ ફરી સર્વે હાથ ધરવામાં આવ્યો હતો

સમિતિએ અરજીમાં જણાવ્યું કે, 19 નવેમ્બરે સંભલ કોર્ટમાં મસ્જિદને હરિહર મંદિર હોવાનો દાવો કરતી અરજી દાખલ કરવામાં આવી હતી. અને તે જ દિવસે સિનિયર ડિવિઝનના સિવિલ જજે કેસની સુનાવણી કરી અને મસ્જિદ સમિતિને સાંભળ્યા વિના જ સર્વે માટે એડવોકેટ કમિશનરની નિમણૂંક કરી. એડવોકેટ કમિશનર 19મીએ સાંજે જ સર્વે માટે પહોંચ્યા હતા અને 24મીએ ફરી સર્વે હાથ ધરવામાં આવ્યો હતો.

અરજીમાં કહેવામાં આવ્યું છે કે, આખી પ્રક્રિયા જે ઝડપે થઈ તેના લીધે લોકોમાં આશંકા જાગતા ઘરની બહાર નીકળી ગયા. રોષે ભરાયેલી ભીડ ઉપર પોલીસે ગોળીબાર કરતા પાંચ લોકોના મોત થયા. શાહી મસ્જિદ 16મી સદીથી છે. આવી જૂની ધાર્મિક ઈમારતોના સર્વેનો આદેશ પ્લેસ ઓફ વર્શીપ એક્ટ અને પ્રાચીન સ્મારકો અને પુરાતત્વીય સ્થળો એક્ટની વિરુદ્ધ છે. જો આ સર્વે જરૂરી હતો તો પણ બીજી બાજુ સાંભળ્યા વિના એક જ દિવસમાં આવું બધું કરવાની કોઈ જરૂર નહોતી. 

આ સમાચાર શેર કરો