CBIએ કરેલી ધરપકડ અંગે સુનિતા કેજરીવાલનું નિવેદન, 'બંદા જેલ સે બહાર....'
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની સીબીઆઈ દ્વારા ધરપકડ કરતા તેમના પત્ની સુનીતા વ્યગ્ર થયા છે. તેમણે કહ્યું કે, આ કો

દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની સીબીઆઈ દ્વારા ધરપકડ કરતા તેમના પત્ની સુનીતા વ્યગ્ર થયા છે. તેમણે કહ્યું કે, આ કોઈ કાયદો નથી. આ સરમુખત્યારશાહી અને કટોકટી છે. જણાવી દઈએ કે સીબીઆઈએ સીએમ કેજરીવાલના રિમાન્ડની માંગણી કરી છે જેના પર બુધવારે જ કોર્ટ પોતાનો ચુકાદો સંભળાવી રહી છે.
સુનીતા કેજરીવાલે સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે, "અરવિંદ કેજરીવાલને 20 જૂને જામીન મળ્યા હતા. તુરંત જ ED તેમના પર સ્ટે લઈ આવી. બીજા જ દિવસે CBIએ તેમને આરોપી બનાવ્યા અને આજે તેમની ધરપકડ કરવામાં આવી હતી. સમગ્ર તંત્ર એવા પ્રયાસોમાં લાગેલું છે કે બંદા જેલમાંથી બહાર ના આવી જાય આ કાયદો નથી. આ તાનાશાહી છે. ઈમરજન્સી છે.
સીબીઆઈએ કોર્ટમાં કેજરીવાલની પાંચ દિવસની કસ્ટડીની માંગ કરી છે. કોર્ટે સીબીઆઈની અરજી પર પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો છે. વિશેષ ન્યાયાધીશ અમિતાભ રાવતની પરવાનગી મળ્યા બાદ કેન્દ્રીય તપાસ એજન્સીએ સીએમ કેજરીવાલની કોર્ટમાં ધરપકડ કરી હતી. સીએમ કેજરીવાલને તિહાડ જેલમાંથી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. એ પછી તેમની ધરપકડ કરવાની મંજૂરી માંગી હતી. જણાવી દઈએ કે, સીએમ કેજરીવાલ એક્સાઇઝ પોલિસી કેસમાં જેલમાં છે. ED આ મામલે તપાસ કરી રહી છે.
સીબીઆઈએ કોર્ટમાં વિનંતી કરી હતી કે મુખ્યમંત્રીની પૂછપરછ કરવાની જરૂર છે. તપાસ એજન્સીએ કહ્યું કે, આ કેસમાં પુરાવા અને અન્ય આરોપીઓ સાથે દિલ્હીના મુખ્યમંત્રીનો આમનો સામનો કરાવવાની જરૂર છે.






