પંચાયત ચૂંટણી પહેલા ભાજપને મોટો ઝટકો, પંજાબમાં સુનિલ જાખડે BJP અધ્યક્ષપદેથી આપ્યું રાજીનામું!
પંજાબમાં પંચાયત ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સુનીલ જાખડે પદ

પંજાબમાં પંચાયત ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સુનીલ જાખડે પદ પરથી રાજીનામું આપી દીધું છે. જોકે, ભાજપ હાઈકમાન્ડે હજુ સુધી જાખડનું રાજીનામું સ્વીકાર્યું નથી. સૂત્રોએ જણાવ્યું કે જ્યારે રાજ્ય એકમના વરિષ્ઠ અધિકારીએ જાખડને ફોન કર્યો ત્યારે તેમણે કહ્યું કે, આજે પણ અને ભવિષ્યમાં પણ તેઓ પ્રદેશ ભાજપ અધ્યક્ષ તરીકે કોઈ બેઠકમાં હાજરી આપશે નહીં. જાખડે તેમના રાજીનામા પર ટિપ્પણી કરવાનો ઇનકાર કરતા કહ્યું કે આ પાર્ટીનો આંતરિક મામલો છે.
કહેવામાં આવી રહ્યું છે કે છેલ્લા કેટલાક દિવસોથી સુનીલ જાખરે પ્રદેશ કાર્યકારિણીની મહત્ત્વપૂર્ણ બેઠકોથી અંતર બનાવી રાખ્યું હતું. સુનીલ જાખડે પોતાના રાજીનામા અંગે મૌન જાળવી રાખ્યું છે. સૂત્રોએ જણાવ્યું કે, જાખડે જુલાઈમાં જલંધર પેટાચૂંટણી બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાને કહ્યું હતું કે તેઓ પ્રદેશ અધ્યક્ષ પદ પર ચાલુ રહેવા માંગતા નથી.
સદસ્યતા અભિયાનમાં પણ ન લીધો ભાગ
સુનીલ જાખડે 10 જુલાઈથી પાર્ટીના રાજ્ય એકમની કોઈ બેઠકમાં હાજરી આપી નથી. તેમણે રાજ્ય ભાજપના ચાલી રહેલા સદસ્યતા અભિયાનમાં પણ ભાગ લીધો ન હતો. પાર્ટીના આંતરિક સૂત્રોએ જણાવ્યું હતું કે જાખડને ભાજપના કેટલાક જૂના જોગી ગણાતા નેતાઓ સાથે નીતિઓ અને વ્યૂહરચનાઓ બાબતે સાથે ઘણીવાર મતભેદ રહેતા હતા. આ વર્ષે લોકસભાની ચૂંટણીમાં ભાજપને એકપણ બેઠક મળી ન હતી અને પેટાચૂંટણીમાં પણ પાર્ટીનો પરાજય થયો હતો.






