મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

વિદ્યાર્થીઓએ શિક્ષકની ખુરશી નીચે મૂક્યો બોમ્બ, રિમોટ વડે કર્યો વિસ્ફોટ

હરિયાણાની એક શાળામાં ધોરણ 12ના વિદ્યાર્થીઓના જૂથે યુટ્યુબ પર બોમ્બ બનાવવાની રીત શીખ્યા બાદ બોમ્બ બનાવ્યો હતો. આ

વિદ્યાર્થીઓએ શિક્ષકની ખુરશી નીચે મૂક્યો બોમ્બ, રિમોટ વડે કર્યો વિસ્ફોટ

હરિયાણાની એક શાળામાં ધોરણ 12ના વિદ્યાર્થીઓના જૂથે યુટ્યુબ પર બોમ્બ બનાવવાની રીત શીખ્યા બાદ બોમ્બ બનાવ્યો હતો. આ પછી, તેમણે શાળાના વિજ્ઞાન શિક્ષકની ખુરશી નીચે બોમ્બ ફીટ કર્યો. અને તેણે રિમોટની મદદથી બ્લાસ્ટ કર્યો હતો. સદભાગ્યે, શિક્ષક સુરક્ષિત બચી ગયા હતા. અને ઇજાગ્રસ્ત થાય નથી.  જો કે, આ ઘટના બાદ તે વિદ્યાર્થીઓને એક સપ્તાહ માટે શાળામાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

મહિલા શિક્ષક દ્વારા ઠપકો આપ્યા બાદ કેટલાક વિદ્યાર્થીઓએ બદલો લેવાનું વિચાર્યું હતું. એક વિદ્યાર્થીએ તેની ખુરશી નીચે બોમ્બ જેવો ફટાકડો મૂક્યો હતો, જ્યારે અન્ય વિદ્યાર્થીએ તેને રિમોટ કંટ્રોલ દ્વારા સક્રિય કર્યો હતો. આ પછી તેમાં  વિસ્ફોટ થયો. વિદ્યાર્થીઓએ યુટ્યુબ પરથી બોમ્બ બનાવવાની રીત શીખી હતી અને તેને રિમોટ કંટ્રોલથી ઓપરેટ કરી હતી.

શિક્ષણ વિભાગની કાર્યવાહી

હિસાર જિલ્લાના શિક્ષણ વિભાગે આ ખતરનાક તોફાન સામે કડક કાર્યવાહી કરી છે. તમામ 13 વિદ્યાર્થીઓને એક સપ્તાહ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ પછી શિક્ષણ વિભાગના અધિકારીઓ શાળાએ પહોંચ્યા અને ઘટનાની ગંભીરતાથી તપાસ શરૂ કરી. શિક્ષણ વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ ઘટના પછી એવી પણ ચર્ચા થઈ હતી કે આ વિદ્યાર્થીઓને શાળામાંથી કાઢી મૂકવામાં આવે, પરંતુ તેમના માતા-પિતાએ માફી માંગી અને લેખિત નિવેદન આપ્યું કે તેઓ ભવિષ્યમાં આવું વર્તન કરશે નહીં.

ગામમાં પંચાયતની બેઠક

આ ઘટના બાદ સંબંધિત ગામમાં પંચાયતની બેઠક પણ બોલાવવામાં આવી હતી. બાળકોના આ તોફાન અંગે ચર્ચા થઈ હતી. પંચાયત દરમિયાન વર્ગના 15માંથી 13 વિદ્યાર્થીઓ આમાં સામેલ હોવાનું બહાર આવ્યું હતું. તેઓ તેના વિશે જાણતા હતા. તમામ વિદ્યાર્થીઓને એક સપ્તાહ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ અંગે આગળ કોઈ કાર્યવાહી કરવામાં આવે કે નહીં તે અંગે વિચારણા કરવામાં આવી રહી છે.

શિક્ષકે માફ કરી દીધા

જિલ્લા શિક્ષણાધિકારી નરેશ મહેતાએ જણાવ્યું હતું કે શિક્ષકે તે વિદ્યાર્થીઓને માફ કરી દીધા છે. તેમણે કહ્યું, "જો આ બાળકોએ મોડલ બનાવીને રજૂ કર્યું હોત તો અમે તેમનું સન્માન કર્યું હોત, પરંતુ હવે આ મામલાને ચેતવણી સાથે ઉકેલી દેવામાં આવ્યો છે. આ બાળકો યુટ્યુબ પરથી આ બધું શીખ્યા હતા."

આ ઘટનાએ શાળા પ્રશાસન અને શિક્ષણ વિભાગ માટે મોટો પ્રશ્ન ઉભો કર્યો છે. બાળકો પર ઓનલાઈન સામગ્રીની કેવા પ્રકારની અસર થઈ શકે છે અને તેને કેટલી હદ સુધી નિયંત્રિત કરવી જોઈએ.

આ સમાચાર શેર કરો