Video: પોલીસ ચોકીમાં શંકાસ્પદ વસ્તુનો જોરદાર વિસ્ફોટ થતાં હડકંપ

ઉત્તર પ્રદેશના ઘાઝિયાબાદમાં ઇન્દિરાપુરમ પોલીસ સ્ટેશન હેઠળ આવતી વસુંધરા પોલીસ ચોકીની અંદર એક શંકાસ્પદ વસ્તુમાં અચાનક જોરદાર વિસ્ફોટ થયો હતો. આ પ્રચંડ બ્લાસ્ટને કારણે પોલીસ ચોકીની બારીઓના કાચ તૂટી ગયા હતા અને ચોકીની દિવાલમાં પણ તિરાડો પડી ગઈ હતી. ઘટના સમયે ચોકીમાં એક સબ-ઇન્સ્પેક્ટર અને સામાન આપવા આવેલો ડિલિવરી બોય હાજર હતા. ધમાકા બાદ કાચના ટુકડા વાગવાથી ડિલિવરી બોય ગંભીર રીતે ઘાયલ થયો હતો, જેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. વિસ્ફોટની માહિતી મળતા જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને ફોરેન્સિક ટીમ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે.
જાહેરાત








