Video: બુલંદશહેરમાં STFનું એન્કાઉન્ટર

સોર્સ: gstv

ઉત્તરપ્રદેશના બુલંદશહેરમાં પોલીસ અને ગેંગસ્ટર વચ્ચે એન્કાઉન્ટરની ઘટના સામે આવી છે. બુલંદશહેરના સિકંદરાબાદ વિસ્તારમાં નોઈડા STF અને દિલ્હી પોલીસની સંયુક્ત ટીમે કાર્યવાહી કરી હતી. આ કાર્યવાહીમાં D-કંપની સિન્ડિકેટ સાથે કથિત રીતે જોડાયેલા ગેંગસ્ટર નસીમ દુર્રાનીનું મોત થયું છે. પોલીસ ટીમને ગેંગસ્ટર અંગે બાતમી મળ્યા બાદ સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. એન્કાઉન્ટર બાદ ઘટનાસ્થળે પોલીસનો કાફલો તૈનાત કરવામાં આવ્યો હતો. હાલ ઘટનાસ્થળના દૃશ્યો સામે આવ્યા છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત