'કોંગ્રેસ ભારતને બાંગ્લાદેશ બનાવવા માંગે છે', સુરત પથ્થરમારાની ઘટનાને લઇને કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહનું નિવેદન
સુરતના સૈયદપુરા વિસ્તારમાં ગણેશ પંડાલ પર પથ્થરમારાની ઘટના બાદ રાજકારણ ગરમાયું છે. સુરતની ઘ

સુરતના સૈયદપુરા વિસ્તારમાં ગણેશ પંડાલ પર પથ્થરમારાની ઘટના બાદ રાજકારણ ગરમાયું છે. સુરતની ઘટનાને લઇને કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે નિવેદન આપ્યું છે. એક ન્યૂઝ એજન્સીને આપેલા નિવેદનમાં ગિરિરાજ સિંહે કહ્યું કે, કોંગ્રેસ ભારતને બાંગ્લાદેશ બનાવવા માંગે છે.
સુરતની ઘટના પર ગિરિરાજ સિંહે નારાજગી વ્યક્ત કરી
કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે કહ્યું, "ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીનો આભાર માનું છું કારણ કે તેઓ આતંકીઓ પકડાયા નહીં ત્યા સુધી આખી રાત ઘટનાસ્થળ પર હાજર રહ્યાં. આ આતંકીઓ કોંગ્રેસની ટુલકીટ છે. દહેશત ફેલાવો, વાતાવરણ ખરાબ કરો. શું ક્યારેય હિન્દૂઓએ સુરત કે દેશમાં તાજિયા પર પથ્થરમારો કર્યો છે? શું તમે ભારતને બાંગ્લાદેશ બનાવવા માંગો છો? કોંગ્રેસના લોકોએ કહ્યું હતું કે ભારતને બાંગ્લાદેશ બનાવીશું. કોંગ્રેસના ષડયંત્ર હેઠળ આ થઇ રહ્યું છે."
વધુમાં ભાજપના નેતા અને કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, "સુરતમાં ગણેશ પંડાલ પર હુમલો કોંગ્રેસની ટુલકિટ છે. અત્યાર સુધી કોંગ્રેસના કોઇ નેતાએ નિવેદન કેમ નથી આપ્યું.ભારતને બાંગ્લાદેશ બનાવનારા ઉપર ભારતની જનતા જવાબ આપશે અને ભારતના સનાતની પણ એકજૂથ થઇને તેનો જવાબ આપશે."
સુરતમાં પથ્થરમારાની ઘટનામાં 28 લોકોની અટકાયત
સુરત પોલીસ દ્વારા ગણેશ પંડાલ પર પથ્થરમારાની ઘટનામાં 6 લોકોની ધરપકડ અને 28 લોકોની અટકાયત કરવામાં આવી છે.








