Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Starlink: Satellite internet can be used from any corner of the country without interruption, the company announced these plans

Starlink: દેશના ગમે તે ખૂણેથી વિક્ષેપ વગર સેટેલાઈટ ઈન્ટરનેટ વાપરી શકાશે, કંપનીએ આ પ્લાન્સ જાહેર કર્યા

Timeછેલ્લું અપડેટ : 08 Dec 2025
લાઇવ ટીવીGoogle News
Starlink: દેશના ગમે તે ખૂણેથી વિક્ષેપ વગર સેટેલાઈટ ઈન્ટરનેટ વાપરી શકાશે, કંપનીએ આ પ્લાન્સ જાહેર કર્યા
સોર્સ : GSTV

Starlink: વિશ્વના સૌથી ધનિક વ્યકિત એલન મસ્કની સ્ટારલિંક વિશ્વભરમાં લોકરપ્રિય છે. ભારતમાં લોંચ થવાની ચર્ચા ઘણા દિવસોથી ચાલી રહી છે. હવે છેવટે આ સેટેલાઈટ ઈન્ટરનેટ સર્વિસના પ્લાન સામે આવી ગયા છે. જે લોકો વિચારી રહ્યા હતા કે આ સસ્તું ઈન્ટરનેટ હશે પણ એવું બિલ્કુલ પણ નથી. સ્ટારલિંકની વેબસાઈટ અનુસાર, ભારતમાં સ્ટારલિંકના પ્લાન્સ રૂપિયા 8,600થી શરૂ થશે. એટલું જ નહિ હાર્ડવેર કિટ માટે યુઝર્સને 34 હજાર રૂપિયા પોતાના ખિસ્સામાંથી આપવા પડશે.

App Store

આ હાર્ડવેર કિટ ખરીદી કર્યા બાદ તમે જાતે આને સેટઅપ કરી શકો છો. કંપની અનુસાર, સેટ અપ કર્યા પછી તમારું ઈન્ટરનેટ કામ કરવાનું શરું કરશે. જો કે, કંપની 30 દિવસનો ટ્રાયલ પણ આપી રહી છે. સ્ટારલિંકનો દાવો છે કે, આ સર્વિસ   99.9% અપટાઈમની સાથે આવે છે અને ઈન્ટરનેટ વિક્ષેપનો સવાલ જ નથી. એટલું જ નહિ કંપનીને સ્ટેબિલિટીનો પણ દાવો કર્યો છે. આને દેશના ગમે તે ખૂણે લગાવી વાપરી શકાશે. કારણ કે, આ ઈન્ટરનેટ એલન મસ્કની સ્ટારલિંક આધારિત છે. જો કે, આ હજી લિમિટેડ સ્થળો પર છે.
 
30 દિવસના ટ્રાયલ દરમ્યાન યુઝર્સને અનલિમિટેડ ડેટા મળશે. સ્ટારલિંક ઈન્ડિયા વેબસાઈટ પર જઈને તમે પ્લાન અને મળતી સેવા ચેક કરી શકો છે. વેબસાઈટ પર લોકેશન હિસાબથી જુદાજુદા પ્લાન અને પ્રમોશનલ ઓફર્સ જોવા મળી શકે છે.

ઉંચી દુકાન ફીકે પકવાન જેવો ઘાટ

ઉલ્લેખનીય છે કે, આ પ્લાન માત્ર રહેણાક યુઝર્સ માટે છે. કારણ કે, આ કંપની જુદાજુદા પ્લાન્સ ઓફર કરે છે. ઉદાહરણ તરીકે સ્ટાર લિંકનો રોમ પ્લાન પણ છે. આની હેઠળ યુઝર્સ સ્ટારલિંક એન્ટેના કિટ પોતાની સાથે લઈને ગમે ત્યાં જઈ શકે છે. 

અગાઉ મફત ઈન્ટરનેટની જાહેરાત થઈ હતી

સ્ટારલિંકની એન્ટેના કિટને કારની ઉપર પણ લગાવી શકવાની સુવિધા હોય છે. જો કે, ભારતમાં કંપની કોઈ સુવિધા આપે છે એ હજી સ્પષ્ટ નથી. પરંતુ અન્ય દેશોમાં આ સેવા મળે છે. સ્ટારલિંક ઈન્ડિયાની વેબસાઈટ પર મળનારી સેવાને પોતાના પિનકોડ નાખવો પડશે. જો કે, જેટલા પિનકોડ્સ અમે ટ્રાય કર્યા છે એ તમામમાં જણાવાયું છે કે, હજી તમારા લોકેશન પર આ સેવા ઉપલબ્ધ નથી. ઈ-મેઈલ આઈડી નાખતાની સાથે જેવી આ સેવા શરૂ થશે તમને નોટિફિકેશનથી કંપની જાણ કરી દેશે.