મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

રોજગાર અને નાના ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાનો છે 'નેશનલ હેન્ડલૂમ ડે'ની ઉજવણીનો ખાસ ઉદ્દેશ્ય 

આજે ભારતમાં રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસ 2024ની પણ ઉજવણી કરવામાં આવી રહી છે. કૃષિ પછી હેન્ડલૂમ એ ભારતમાં સ

રોજગાર અને નાના ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાનો છે 'નેશનલ હેન્ડલૂમ ડે'ની ઉજવણીનો ખાસ ઉદ્દેશ્ય 

આજે ભારતમાં રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસ 2024ની પણ ઉજવણી કરવામાં આવી રહી છે. કૃષિ પછી હેન્ડલૂમ એ ભારતમાં સૌથી મોટું અને મહત્વપૂર્ણ ક્ષેત્ર છે. હેન્ડલૂમ કારીગરો કોટન, સિલ્ક અને ઊનમાંથી સુંદર સાડીઓ અને અન્ય વસ્તુઓ બનાવે છે. ભારતમાં આજીવિકાનો મુખ્ય સ્ત્રોત હેન્ડલૂમ છે. આ દિવસ હેન્ડલૂમ સમુદાયના સન્માન અને આર્થિક વિકાસમાં તેમના મહત્વપૂર્ણ યોગદાન માટે ઉજવવામાં આવે છે.

હેન્ડલૂમનો ઇતિહાસ

'સ્વદેશી' ચળવળની યાદમાં 7મી ઓગસ્ટના રોજ રાષ્ટ્રીય હાથશાળ દિવસની ઉજવણી શરૂ થઈ હતી. સ્વદેશી ચળવળની શરૂઆત વર્ષ 1905માં થઈ હતી. તેનો હેતુ વિદેશી સામાનનો બહિષ્કાર કરવાનો હતો. આ ચળવળને કારણે ભારતના લગભગ દરેક ઘરમાં ખાદી બનાવવાની શરૂઆત થઈ હતી. હેન્ડલૂમ ઉદ્યોગ આજના જ નહીં ઘણા સમયથી હાથ કારીગરોને રોજગારી આપે છે, પરંતુ હજુ પણ આ કારીગરોની હાલત બહુ સારી નથી. આ દિવસ 7 ઓગસ્ટ 2015ના રોજ પ્રથમ વખત ઉજવવામાં આવ્યો હતો. ત્યારથી આ દિવસ દર વર્ષે ઉજવવામાં આવે છે. 7મી ઓગસ્ટ 2024ના રોજ 10મો હેન્ડલૂમ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે.

હેન્ડલૂમ ડે શા માટે ઉજવવામાં આવે છે?

કૃષિ પછી, હેન્ડલૂમ ક્ષેત્ર ભારતના અર્થતંત્રમાં નોંધપાત્ર યોગદાન આપે છે. આ દિવસ દેશના સામાજિક-આર્થિક વિકાસમાં હેન્ડલૂમના યોગદાનને પ્રકાશિત કરવાના ઉદ્દેશ્ય સાથે ઉજવવામાં આવે છે. ઉપરાંત આ દિવસની ઉજવણીનો હેતુ ભારતીય વણકરો અને કામદારો દ્વારા બનાવેલી વસ્તુઓની પ્રશંસા કરવાનો છે.

હેન્ડલૂમ ડે કેવી રીતે ઉજવવામાં આવે છે?

રાષ્ટ્રીય હાથશાળ દિવસ નિમિત્તે અનેક પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. ફેશન શો, હેન્ડીક્રાફ્ટ એક્ઝિબિશન, સેમિનાર અને વર્કશોપ દ્વારા લોકોને હેન્ડલૂમના મહત્વ વિશે જણાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. હેન્ડલૂમ ઉત્પાદનોની ડિઝાઇન અને રંગો તેમને ખાસ બનાવે છે. હેન્ડલૂમ ઉત્પાદનોની ભારતમાં જ નહીં વિદેશમાં પણ માંગ છે.

આ સમાચાર શેર કરો