Video: મયૂરનાથર મંદિરમાં વિશેષ પૂજા

તમિલનાડુના મયિલાદુથુરાઈ સ્થિત ઐતિહાસિક મયૂરનાથર મંદિરમાં વાર્ષિક તુલા ઉત્સવના ભાગરૂપે પરંપરાગત મયિલમ્મન પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક પ્રસંગે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મંદિરે દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. મંદિર પરિસરમાં વૈદિક મંત્રોચ્ચાર અને ધાર્મિક વિધિઓ સાથે પૂજા સંપન્ન કરવામાં આવી હતી. પરંપરાગત રીતરિવાજ મુજબ દેવી મયિલમ્મનની વિશેષ આરાધના કરવામાં આવી હતી. સમગ્ર મંદિર પરિસર ભક્તિમય માહોલમાં રંગાયું હતું. વાર્ષિક તુલા ઉત્સવને લઈને શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
જાહેરાત








