Video: આસામમાં કોલકાતા-સાઈરંગ એક્સપ્રેસના 6 ડબા પાટા પરથી ખડી પડ્યા

સોર્સ: gstv

હાલમાં જ્યારે લોકો છઠ પૂજા અને દિવાળી જેવા મોટા પર્વને કારણે એક રાજ્યથી બીજા રાજ્ય તરફ મોટી સંખ્યામાં પ્રયાણ કરી રહ્યા છે એ સમયે જ એક મોટી ટ્રેન દુર્ઘટના સર્જાઈ છે. તાજેતરના અહેવાલ પ્રમાણે આસામમાં દિગારુ રેલવે સ્ટેશન નજીક કોલકાતા-સાઈરંગ એક્સપ્રેસ ટ્રેનના 6 ડબા પાટા પરથી ખડી પડતાં અફરાતફરી સર્જાઈ હતી. જોકે હજુ સુધી કોઇ જાનહાનિના સચોટ આંકડા સામે આવ્યા નથી.

માહિતી અનુસાર સવારના 6:54 વાગ્યાની આજુબાજુ આ ઘટના સર્જાઈ હતી. ઘટનાની જાણ થતાં જ ટોચના અધિકારીઓએ રેસ્ક્યૂ ઓપરેશન માટે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ટ્રેન પાટા પરથી ઉતરી ગયાના દૃશ્યો જોઇને આ એક ગંભીર દુર્ઘટના લાગી રહી છે.

જાહેરાત

એક રેલવે અધિકારીએ આપેલી માહિતી પ્રમાણે એન્જિનની સાથે ટ્રેનના લગભગ 6-7 ડબા પાટા પરથી રમકડાંની જેમ ખડી પડ્યા હતા. જેના કારણે મુસાફરોને ઈજાઓ પહોંચી હતી. અનેક યાત્રી એવા છે જેમને ગંભીર ઈજાઓ થઇ છે જેમને નજીકના હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જોકે હજુ સુધી કોઈ જાનહાનિના આંકડા સામે આવ્યા નથી.

નોર્દર્ન ફ્રન્ટિયર રેલવેના જણાવ્યાનુસાર ઘટનાની જાણકારી મળતા જ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને રેસ્ક્યૂ અભિયાન શરૂ કરી દેવામાં આવ્યું હતું. રેલવેની રિલીફ ટ્રેન પણ રવાના કરવામાં આવી હતી. સ્થાનિકો, પોલીસ અને રેલવે સુરક્ષાદળોની ટીમ રેસ્ક્યૂ કરી રહી છે. જોકે ટ્રેન પાટા પરથી ખડી પડવાને કારણે ટ્રેનોની અવર-જવર ખોટકાઈ છે અને ઘણી ટ્રેનોને ઉતાવળે ડાયવર્ટ કરવાની ફરજ પડી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત