Video: પશ્ચિમ બંગાળના દુર્ગાપુરમાં કોક ઓવન પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવેલા પ્લાસ્ટિકની બોટલના ગોડાઉનમાં ભીષણ આગ

પશ્ચિમ બંગાળના દુર્ગાપુરમાં કોક ઓવન પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવેલા પ્લાસ્ટિકની બોટલના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. ગોડાઉનમાં આગ લાગતા આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગની જાણ થતાં જ ફાયર વિભાગની બે ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર બ્રિગેડના જવાનોએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સામે આવ્યું નથી.
જાહેરાત







