મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

પૂજા સ્થળ કાયદાની માન્યતાને પડકારતી અરજીઓ પર વિશેષ બેંચની કરાઇ રચના, જાણો ક્યારે છે સુનાવણી 

1991ના પૂજા સ્થળ કાયદાની વિવિધ જોગવાઇઓને પડકારતી અરજીઓની સુપ્રીમ કોર્ટ સુનાવણી કરશે. જે માટે સુપ્રીમ

પૂજા સ્થળ કાયદાની માન્યતાને પડકારતી અરજીઓ પર વિશેષ બેંચની કરાઇ રચના, જાણો ક્યારે છે સુનાવણી 

1991ના પૂજા સ્થળ કાયદાની વિવિધ જોગવાઇઓને પડકારતી અરજીઓની સુપ્રીમ કોર્ટ સુનાવણી કરશે. જે માટે સુપ્રીમે એક વિશેષ બેન્ચની પણ રચના કરી હતી. આ કાયદો 15 ઓગસ્ટ 1947 સમયે ધાર્મિક સ્થળોની જે સ્થિતિ હતી તેમાં ધાર્મિક ફેરફારો કરતા રોકે છે.  

સુપ્રીમ કોર્ટમાં કાયદાની આ જોગવાઇઓને પડકારતી અનેક જાહેર હિતની અરજીઓ થઇ છે. જેની સુપ્રીમ સંયુક્ત રીતે સુનાવણી કરશે.  સુપ્રીમ કોર્ટે આ કેસની સુનાવણી માટે વિશેષ બેંચની રચના કરી છે. મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્ના, ન્યાયાધીશ સંજય કુમાર, ન્યાયાધીશ કે. વી. વિશ્વનાથનની બેંચ દ્વારા આ મામલે સુનાવણી કરવામાં આવી શકે છે.  આ કેસની સુનાવણી 12 ડિસેમ્બરે બપોરે 3.30 વાગ્યે શરૂ થશે

અરજદાર અશ્વિની ઉપાધ્યાયે કાયદાની કલમ 2,3,4 ને રદ કરવાની માગણી કરી છે અને દાવો કર્યો છે કે આ કલમોમાં જે જોગવાઇઓ છે તે નાગરિકોને ન્યાયીક અધિકારો મળ્યા છે તેને છીનવી લે છે. તાજેતરમાં જ્ઞાાનવાપી, શાહી ઇદગાહ મસ્જિદ, સંભલની જામા મસ્જિદ વગેરે પર દાવા કરતી અરજીઓ વિવિધ કોર્ટોમાં થઇ છે. એવા સમયે સુપ્રીમ કોર્ટમાં આ 1991 ના કાયદાને પડકારતી અરજીઓની સુનાવણી થવા જઇ રહી છે.

શું છે સમગ્ર મામલો
આ અધિનિયમ 15 ઓગસ્ટ, 1947ના રોજ કોઈપણ પૂજા સ્થળની ધાર્મિક પ્રકૃતિને બદલવાની મનાઈ કરે છે. આનો અર્થ એ છે કે તે તારીખ પછી કોઈપણ પૂજા સ્થળની માલિકી અથવા સંચાલન અંગે કોઈ દાવો દાખલ કરી શકાશે નહીં.

આ પણ વાંચો : 'અટાલા મસ્જિદ' કે પછી 'અટલા દેવી મંદિર'? હાઈકોર્ટ પહોંચ્યો મામલો

અરજદારોમાં કોણ

ઘણા અરજદારોએ આ કાયદાને પડકાર્યો છે. તેમાં કાશીના રાજવી પરિવારની પુત્રી મહારાજા કુમારી કૃષ્ણ પ્રિયા, બીજેપી નેતા સુબ્રમણ્યમ સ્વામી, પૂર્વ સાંસદ ચિંતામણિ માલવિયા, નિવૃત્ત આર્મી ઓફિસર અનિલ કબોત્રા, એડવોકેટ ચંદ્ર શેખર અને રુદ્ર વિક્રમ સિંહ, વારાણસી નિવાસી સ્વામી જીતેન્દ્રનંદ સરસ્વતી, મથુરાના નિવાસી ધાર્મિક ગુરુ દેવકીનંદનનો સમાવેશ થાય છે. અને એડવોકેટ અશ્વિની ઉપાધ્યાયનો સમાવેશ થાય છે.

આ સમાચાર શેર કરો