મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: બ્રોકરના આ સવાલ પર નાણામંત્રી નિર્મલા સીતારમણે આપ્યો રમૂજી જવાબ

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે બીએસઈના એક પ્રોગ્રામ દરમિયાન એક જટિલ અને ગંભીર સવાલનો રમૂજી અંદાજમાં જ

VIDEO: બ્રોકરના આ સવાલ પર નાણામંત્રી નિર્મલા સીતારમણે આપ્યો રમૂજી જવાબ

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે બીએસઈના એક પ્રોગ્રામ દરમિયાન એક જટિલ અને ગંભીર સવાલનો રમૂજી અંદાજમાં જવાબ આપતાં સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયો છે. 

બ્રોકરે સરકારને 'સ્લીપિંગ પાર્ટનર' ગણાવી પ્રશ્ન કર્યો હતો કે, હું રોકાણ કરું છું, જોખમ લઉં છું અને મારા રોકાણનો મારા કરતાં સરકાર વધુ લાભ ઉઠાવી રહી છે. સરકાર GST, IGST, સ્ટેમ્પ ડ્યુટી, સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ (STT) અને લોંગ ટર્મ કેપિટલ ગેન્સ (LTCG) ટેક્સ દ્વારા ઘણી કમાણી કરે છે. લાભોના ભાગરૂપે સરકારને સ્લીપિંગ પાર્ટનર ગણાવતા બ્રોકરે ઘરની ખરીદી પર ચૂકવવાના ટેક્સની રકમ પર પણ સવાલો ઉઠાવ્યા હતા.

સિતારમણ : સ્લિપિંગ પાર્ટનર જવાબ આપી શકતી નથી

પહેલા તો નાણામંત્રીએ બ્રોકર દ્વારા ઉઠાવવામાં આવેલા આ સવાલોના કોઈ જવાબ આપ્યા નહોતા, જવાબ આપવાની ના પાડતાં નાણામંત્રી નિર્મલા સિતારમણે  મજાકમાં કહ્યું કે, સ્લિપિંગ પાર્ટનર જવાબ આપી શકતી નથી.

સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ

આ પ્રતિક્રિયાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. નાણામંત્રી દ્વારા આપવામાં આવેલા જવાબની લોકો ટીકા કરી રહ્યા છે. એક્સ યુઝર્સ નાણામંત્રી પાસેથી ગંભીર જવાબની અપેક્ષા રાખતા હતા.

તેમનું માનવું છે કે શેરબજારના વ્યવહારો અને રિયલ એસ્ટેટ માર્કેટમાં ટેક્સમાં વધારો થવાથી રોકાણકારો અને ઘર ખરીદનારાઓને અસર થઈ છે. બીએસઈના કાર્યક્રમ દરમિયાન જ નાણામંત્રીએ શેરબજાર અને સેબી સાથે મળીને કામ કરવાની અપીલ કરી હતી.

આ સમાચાર શેર કરો