Video: દિલ્હીમાં બાંધકામ હેઠળની ઇમારતનો સ્લેબ ધરાશાયી

દિલ્હીના હર્ષ વિહારમાં સેવા ધામ મિલન ગાર્ડન નજીક બાંધકામ હેઠળની ઇમારતનો સ્લેબ ધરાશાયી થયો છે. ઘટનાને પગલે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બનાવની જાણ થતાં સંબંધિત તંત્ર દ્વારા ઘટનાસ્થળે પહોંચીને પરિસ્થિતિની તપાસ હાથ ધરવામાં આવી હતી. ઇમારતનો સ્લેબ કયા કારણોસર ધરાશાયી થયો તે અંગેની વિગતો સામે આવવાની બાકી છે. આ મામલે એડિશનલ ડીસીપી સંદીપ લાંબાએ પ્રતિક્રિયા આપી હતી.







