Video: ખાદ્ય સુરક્ષાના અધિકારોને લઈને મહારાષ્ટ્ર સરકારની FSSAI સામે હાઈકોર્ટમાં અરજી

મહારાષ્ટ્ર સરકારે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે FSSAIના નિયમોની બંધારણીય માન્યતાને બોમ્બે હાઈકોર્ટમાં પડકારી છે. રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનના કમિશનર તુકારામ મુંડે દ્વારા આ અરજી દાખલ કરવામાં આવી છે. રાજ્યનો આક્ષેપ છે કે FSSAI કેન્દ્રીય ફૂડ સેફ્ટી અધિકારીઓની નિમણૂક કરીને રાજ્યના અધિકારોમાં હસ્તક્ષેપ કરી રહી છે. મે 2023ના FSSAIના આદેશ સામે પણ વાંધો ઉઠાવવામાં આવ્યો છે, જેમાં રાજ્યના અધિકારીઓને કેન્દ્રિય લાઇસન્સ ધરાવતી કંપનીઓનું નિરીક્ષણ કરવાથી રોકવામાં આવ્યા હોવાનો દાવો છે. રાજ્યના મતે, આ વ્યવસ્થાથી લાઇસન્સિંગ અને અમલીકરણની સત્તાઓ પર અસર પડી રહી છે. હવે આ મામલે બોમ્બે હાઈકોર્ટમાં કાનૂની લડત શરૂ થઈ છે.







