મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

મધ્યપ્રદેશના બૈતૂલની કોલસા ખાણમાં સ્લેબ તૂટ્યો; ત્રણના મોત, અનેક શ્રમિકો દટાયા

મધ્યપ્રદેશના બૈતૂલ જિલ્લાના WCLની છતરપુર-1 કોલસાની ખાણમાં શુક્રવારે (6 માર્ચ) મોટી

મધ્યપ્રદેશના બૈતૂલની કોલસા ખાણમાં સ્લેબ તૂટ્યો; ત્રણના મોત, અનેક શ્રમિકો દટાયા

મધ્યપ્રદેશના બૈતૂલ જિલ્લાના WCLની છતરપુર-1 કોલસાની ખાણમાં શુક્રવારે (6 માર્ચ) મોટી દુર્ઘટના બની. ખાણમાં એક ભાગનો સ્લેબ અચાનક તૂટી પડવાથી અનેક શ્રમિક દટાયા. દુર્ઘટનામાં ત્રણ શ્રમિકોના મોત થયા છે. 

માહિતી મળતા જ રેસ્ક્યૂ ટીમ, SDRF અને પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી છે. રેસ્ક્યૂ ટીમે ખાણમાં ઘુસીને રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દીધી છે. કાટમાળમાં ફસાયેલા શ્રમિકોને સુરક્ષિત બહાર કાઢવાના પ્રયાસ કરાઈ રહ્યા છે.

બૈતૂલ SPએ ઘટનાની પુષ્ટિ કરી છે અને તેઓ ખુદ ઘટના સ્થળે પહોંચીને પરિસ્થિતિનો તાગ મેળવી રહ્યા છે. જો કે, બચાવ કામગીરી ચાલી રહી છે અને તંત્ર સ્થિતિ પર સતત નજર બનાવેલા છે.

દુર્ઘટનાના કારણો હજુ સુધી જાણી શકાયા નથી, પરંતુ પ્રાથમિક માહિતી અનુસાર, ખાણનો એક સ્લેબ ધરાશાયી થતા આ દુર્ઘટના બની છે.

પોલીસે જણાવ્યું હતું કે આ અકસ્માત જિલ્લા મુખ્યાલયથી લગભગ 65 કિમી દૂર છતરપુર વિસ્તારમાં સરકારી માલિકીની કોલ ઈન્ડિયા લિમિટેડની પેટાકંપની WCLની ભૂગર્ભ ખાણમાં થયો હતો. ખાણમાં છત તૂટી પડતાં સુપરવાઇઝર સહિત ત્રણ લોકોના મોત થયા હતા.

પોલીસ અધિકારીએ જણાવ્યું કે મૃતકોમાં બે સ્થાનિક હતા જ્યારે ત્રીજો છત્તીસગઢના કવર્ધાનો રહેવાસી હતો. ખાણના એક ભાગનો સ્લેબ અચાનક તૂટી પડ્યો. અકસ્માત બાદ તરત જ બચાવ ટીમ, SDRF અને પોલીસ ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. અકસ્માતમાં જીવ ગુમાવનારાઓના પરિવારજનોનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે. ખાણની અંદર રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. સૂત્રો કહે છે કે આ એક મોટો અકસ્માત છે.

આ ઘટના એવા સમયે બની છે જ્યારે તેલંગાણાના નાગરકુર્નૂલમાં શ્રીશૈલમ લેફ્ટ બેંક કેનાલ (SLBC) ના નિર્માણાધીન ભાગ તૂટી પડતાં આઠ લોકો સુરંગમાં ફસાઈ ગયા હતા. આ લોકોને બચાવવા માટે 500થી વધુ બચાવ કાર્યકરો કાર્યરત છે. આઠ લોકો 13 દિવસથી ખાણમાં ફસાયેલા હોવાનું કહેવાય છે. રાજ્ય સરકાર બચાવ કામગીરીમાં રોબોટનો ઉપયોગ કરવાની શક્યતા પર વિચાર કરી રહી છે. માનવોની હાજરી શોધવા માટે વૈજ્ઞાનિકો દ્વારા સૂચવેલા સ્થળોએ ખોદકામ કરવામાં આવી રહ્યું છે.

આ સમાચાર શેર કરો