મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

કોંગ્રેસ માટે છઠ્ઠા તબક્કાની બેઠકો છે ખૂબ જ મહત્ત્વપૂર્ણ, 2019માં એક પણ સીટ નોહતી મળી 

હવે લોકસભાની ચૂંટણીનો અંતિમ તબક્કો જ બાકી રહ્યો છે. અત્યાર સુધીમાં 6 તબક્કામાં મોટાભાગની બેઠકો પર મતદાન પ

કોંગ્રેસ માટે છઠ્ઠા તબક્કાની બેઠકો છે ખૂબ જ મહત્ત્વપૂર્ણ, 2019માં એક પણ સીટ નોહતી મળી 

હવે લોકસભાની ચૂંટણીનો અંતિમ તબક્કો જ બાકી રહ્યો છે. અત્યાર સુધીમાં 6 તબક્કામાં મોટાભાગની બેઠકો પર મતદાન પૂર્ણ થયું છે. શનિવારે છઠ્ઠા તબક્કામાં સાત રાજ્યોની 58 બેઠકો પર મતદાન થયું હતું. 543માંથી 486 બેઠકો પર મતદાન પૂરું થઈ ચૂક્યું છે. છેલ્લા તબક્કા માટે માત્ર 57 સીટો બાકી છે. છઠ્ઠા તબક્કામાં હરિયાણાની તમામ 10 અને દિલ્હીની તમામ 7 બેઠકો પર મતદાન થયું હતું. 

2019ની ચૂંટણીમાં 58માંથી એક પણ સીટ કોંગ્રેસના હાથમાં આવી નથી

નોંધનીય છે કે છેલ્લી 2019ની સામાન્ય ચૂંટણીમાં આ 58માંથી એક પણ સીટ કોંગ્રેસના હાથમાં આવી નથી. જોકે, 5 બેઠકો નિશ્ચિતપણે ઈન્ડિયા એલાયન્સના પક્ષોએ જીતી હતી. એનડીએએ 58માંથી 45 બેઠકો કબજે કરી હતી. રિપોર્ટ અનુસાર વોટ શેરની વાત કરીએ તો NDA પાર્ટીઓને 51.36 ટકા વોટ મળ્યા હતા. જ્યારે ઈન્ડિયા એલાયન્સની પાર્ટીઓને 28.66 ટકા વોટ મળ્યા છે. 

શનિવારે યોજાયેલી ચૂંટણીમાં 889 ઉમેદવારોના ભાવિનો ફેંસલો થવાનો હતો. આ 58 સીટોમાંથી બીએસપીએ પણ 54 સીટો પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા હતા. ભાજપે 51 બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા હતા. બંગાળનું સોશ્યલિસ્ટ યુનિટી સેન્ટર ઓફ ઈન્ડિયા 27 સીટો પર અને કોંગ્રેસ 25 સીટો પર ચૂંટણી લડી રહી હતી.  હરિયાણામાં 223 અને દિલ્હીમાં 162 ઉમેદવારો મેદાનમાં હતા. ઉત્તર પ્રદેશમાં 14 સીટો પર 162 લોકો અને ઝારખંડમાં 4 સીટો પર 91 લોકો પોતાનું નસીબ અજમાવી રહ્યા હતા. 

આમાંથી 183 ઉમેદવારો સામે ફોજદારી કેસ પેન્ડિંગ છે. જેમાં ઉત્તર પ્રદેશના 38, ઝારખંડના 28 અને હરિયાણાના 27 ઉમેદવારોનો સમાવેશ થાય છે. 141 ઉમેદવારો છે જેમની સામે ગંભીર ગુનાહિત કેસ નોંધાયેલા છે. ભાજપના સૌથી વધુ 28 ઉમેદવારો સામે ફોજદારી કેસ છે. આમ આદમી પાર્ટી અને આરજેડીના તમામ ઉમેદવારો સામે ફોજદારી કેસ પેન્ડિંગ છે.   છઠ્ઠા તબક્કામાં 343 કરોડપતિ ઉમેદવારો હતા. હરિયાણામાં સૌથી વધુ 102 ઉમેદવારો છે. બીજા સ્થાને દિલ્હીના 68 કરોડપતિ ઉમેદવારો અને ત્રીજા સ્થાને ઉત્તર પ્રદેશના 59 કરોડપતિ ઉમેદવારો છે.

આ સમાચાર શેર કરો