Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : SIR deadline extended in 6 states including Gujarat-UP

ચૂંટણી પંચનો મોટો નિર્ણય, ગુજરાત- યુપી સહિત 6 રાજ્યોમાં SIRની સમયમર્યાદા વધારી

Timeછેલ્લું અપડેટ : 11 Dec 2025
લાઇવ ટીવીGoogle News
ચૂંટણી પંચનો મોટો નિર્ણય, ગુજરાત- યુપી સહિત 6 રાજ્યોમાં SIRની સમયમર્યાદા વધારી
સોર્સ : google

ચૂંટણી પંચે ગુજરાત, મધ્ય પ્રદેશ, તમિલનાડુ અને ઉત્તર પ્રદેશ સહિત કુલ છ રાજ્યોમાં ચાલી રહેલી SIRની પ્રક્રિયા માટે સમયમર્યાદાને 14 દિવસ માટે લંબાવી દીધી છે. મુખ્ય ચૂંટણી અધિકારીઓ તરફથી મળેલી વિનંતીઓ બાદ, EC એ તમિલનાડુ, ગુજરાત, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ અને અંદામાન-નિકોબાર ટાપુઓ માટે SIRનું સુધારેલું શેડ્યુલ જાહેર કર્યું છે.

App Store

ગુજરાત, તમિલનાડુ, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, આંદામાન નિકોબાર ટાપુ, ઉત્તર પ્રદેશમાં અગાઉ ફૉર્મ ભરવાની છેલ્લી તારીખ 11 ડિસેમ્બર જ્યારે ડ્રાફ્ટ યાદી રજૂ કરવાની તારીખ 16 ડિસેમ્બર હતી. જોકે હવે જુદા જુદા રાજ્યો માટે જરૂરિયાત મુજબ જુદી જુદી તારીખ નક્કી કરવામાં આવી છે.

આ રાજ્યોમાં ફૉર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ

ગોવા, પોંડિચેરી, લક્ષદ્વીપ, રાજસ્થાન અને પશ્ચિમ બંગાળમાં આજે ફૉર્મ ભરવાનો છેલ્લો દિવસ છે. જ્યારે 16 તારીખે ડ્રાફ્ટ યાદી જાહેર કરાશે. આ રાજ્યોની તારીખમાં ફેરફાર કરાયો નથી. કેરળમાં ફૉર્મ ભરવાની છેલ્લી તારીખ 18 ડિસેમ્બર, જ્યારે ડ્રાફ્ટ યાદી રજૂ કરવાની તારીખ 23 ડિસેમ્બર અગાઉ નક્કી કરવામાં આવી હતી. જેમાં કોઈ ફેરફાર કરાયો નથી.

ગુજરાત-યુપી સહિત 6 રાજ્યોમાં SIRની ડેડલાઈન લંબાવાઈ, ચૂંટણી પંચની જાહેરાત 2 - image