Video: નેશનલ કોન્ફ્રેન્સ માટે આંતરિક નારાજગી પડકાર, મુબારક ગુલના આગામી રાજકીય નિર્ણય પર નજર

જમ્મુ-કાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સની આંતરિક નારાજગી સામે આવી રહી છે. રૂહુલ્લાહના રાજીનામા બાદ હવે પાર્ટીના વરિષ્ઠ નેતા અને ઈદગાહ બેઠકના છ વખતના ધારાસભ્ય મુબારક ગુલ બુધવારે શ્રીનગરમાં મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરશે. તાજેતરના કેબિનેટ વિસ્તરણમાં મંત્રીપદ ન મળતાં તેઓ નારાજ હોવાનું કહેવાય છે અને તેમણે જાહેરમાં પણ પોતાની નિરાશા વ્યક્ત કરી હતી. તેમના સમર્થકો દ્વારા ઉમર અબ્દુલ્લાની સરકાર વિરુદ્ધ શ્રીનગરમાં વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યા છે. હવે મુબારક ગુલ પોતાની રાજકીય ભાવિ રણનીતિ અંગે શું નિર્ણય લે છે તેના પર સૌની નજર છે. તેઓ અગાઉ જમ્મુ-કાશ્મીર વિધાનસભાના સ્પીકર તરીકે પણ કામગીરી કરી ચૂક્યા છે.
જાહેરાત







