મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

વિનોદ તાવડે બાદ શિવસેનાના નેતા પર વોટના બદલે નોટનો આરોપ, કારમાંથી કરોડો રૂપિયા મળ્યા

મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન યોજાઇ રહ્યું છે. મતદાનના એક દિવસ પહેલા જ ભા

વિનોદ તાવડે બાદ શિવસેનાના નેતા પર વોટના બદલે નોટનો આરોપ, કારમાંથી કરોડો રૂપિયા મળ્યા

મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન યોજાઇ રહ્યું છે. મતદાનના એક દિવસ પહેલા જ ભાજપના મહાસચિવ વિનોદ તાવડે પર વોટ ફોર નોટનો આરોપ લાગ્યો હતો. તે બાદ શિવસેના (શિંદે) ગ્રુપના એક નેતાની હોટલમાંથી કેસ મળ્યા હતા. હવે એકનાથ શિંદે જૂથના ઉમેદવાર સંજય નિરૂપમની ઇનોવા કારમાંથી કરોડો રૂપિયા મળ્યા છે.

શિંદે જૂથના નેતાની કારમાંથી કરોડો રૂપિયા મળ્યા

પૈસા મળી મળેલી આ ઈનોવા કાર મંત્રી પાર્ક સોસાયટીની સામે પાર્ક કરવામાં આવી હતી. પોલીસે કાર કબજે કરી પોલીસ સ્ટેશન લઈ ગઈ છે. આ કાર પર શિંદે જૂથના નેતાનું સ્ટીકર હતું. હાલ પોલીસ આ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે અને તે જાણવાનો પ્રયાસ કરી રહી છે કે વાહનમાંથી કોની રકમ મળી આવી હતી અને ચૂંટણી પહેલા આ રકમ કયા હેતુ માટે રાખવામાં આવી હતી.

વિનોદ તાવડે પર પૈસાની વહેંચણીનો આરોપ

આ પહેલા મંગળવારે વિનોદ તાવડે પર પૈસાની વહેંચણીનો આરોપ લાગ્યો હતો. જેનાં કારણે હોબાળો થયો હતો. હુજન વિકાસ અઘાડીના કાર્યકરોએ તાવડે પર 5 કરોડ રૂપિયા લાવીને પૈસા વહેંચવાનો આરોપ લગાવ્યો છે. 

આ પણ વાંચો: ‘RSSના એક સભ્યનો ફોન આવ્યો અને….’, વિનોદ તાવડે પર ‘કેસ ફોર વોટ’ને લઇ ક્ષિતિજ ઠાકુરનો મોટો આરોપ

ચૂંટણી પંચે આ સમગ્ર મામલાની તપાસ કરવી જોઈએ

જો કે, વિનોદ તાવડેએ આ આરોપોને સખત શબ્દોમાં નકારી કાઢ્યા છે. તેમણે કહ્યું કે ચૂંટણી પંચે આ સમગ્ર મામલાની તપાસ કરવી જોઈએ, સીસીટીવીની તપાસ કરવી જોઈએ, ત્યારબાદ સત્ય બધાની સામે આવશે. તેમણે કહ્યું કે નાલાસોપારાના ધારાસભ્યોની બેઠક યોજાવાની હતી. આથી તેઓ આ બેઠકમાં આદર્શ આચારસંહિતા, વોટિંગ મશીન સીલ કરવાની પદ્ધતિ વગેરે સમજાવવા આવ્યા હતા.

રોહિત પવારની કંપનીનો અધિકારી ઝડપાયો 

શરદ પવારના પૌત્ર રોહિત પવારની કંપની બારામતી એગ્રોના એક અધિકારી મોહિતેને પૈસા વહેંચતા ઝડપાયા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે મોહિતે સતારા કર્જત જામખેડ વિધાનસભામાં મતદારોને આકર્ષવા માટે પૈસાની વહેંચણી કરી હતી. જે દરમિયાન તે ઝડપાઈ ગયો હતો. પોલીસે મોહિતે પાસેથી એક યાદી પણ મેળવી લીધી છે. આ યાદીમાં અત્યાર સુધી કેટલા લોકોને પૈસા આપવામાં આવ્યા છે અને કેટલા લોકોને આપવાના છે તેની સંપૂર્ણ માહિતી હતી.

આ સમાચાર શેર કરો