મહારાષ્ટ્રમાં ભાજપના દબાણ સામે શિંદે ઝૂકવા નથી તૈયાર! શું વિભાગોને લઈને ફસાયો પેચ?
મહારાષ્ટ્રના કાર્યકારી મુખ્યમંત્રી એકનાથ શિંદેએ સરકારમાં હિસ્સો લેવાનો ઈનકાર કર્યો છે. સૂત

મહારાષ્ટ્રના કાર્યકારી મુખ્યમંત્રી એકનાથ શિંદેએ સરકારમાં હિસ્સો લેવાનો ઈનકાર કર્યો છે. સૂત્રો અનુસાર, શિંદે ડેપ્યુટી સીએમ પદ લેવા માટે તૈયાર નથી. પરંતુ તેઓ પક્ષના બીજા કોઈ નેતાને ડેપ્યુટી સીએમ બનાવી શકે છે. એકનાથ શિંદેએ ગઈકાલે ગૃહમંત્રી અમિત શાહ સાથે બેઠક યોજી સકારાત્મક નિવેદન આપ્યું હતું, પરંતુ મુંબઈમાં આ મુદ્દે યોજાનારી બેઠકો રદ થતાં ફરી પાછો વિવાદ વકર્યો હોવાના અહેવાલો મળ્યા છે.
આ પણ વાંચોઃ નવાજૂનીના એંધાણઃ મહારાષ્ટ્રમાં સીએમ પદ અંગે મહાયુતિમાં અંતિમ નિર્ણય લેવાની બેઠક રદ
શિંદેએ આ પદ માગ્યા
મીડિયા અહેવાલો અનુસાર, શિંદેએ વિધાનસભામાં અધ્યક્ષ પદ અને ગૃહ મંત્રાલય ઉપરાંત નગર વિકાસ વિભાગની જવાબદારીઓ માગી હતી. શિંદે સતત નિવેદનો આપી પોતે ભાજપની સાથે હોવાનો દાવો કરી રહ્યા છે. પરંતુ અંદરોઅંદર વિખવાદ જોવા મળ્યો છે.
આ પણ વાંચોઃ મહારાષ્ટ્રના સીએમ પર સસ્પેન્સ!, મેરેથોન બેઠક બાદ શિંદે, ફડણવીસ અને પવાર મુંબઈ ફર્યા પરત
ભાજપ શિંદેને ડેપ્યુટી સીએમ બનાવવા માગે છે?
મહારાષ્ટ્રની રાજનીતિને સમજનારા લોકોના મતે, ભારતીય જનતા પાર્ટી રાજ્યના લોકોને એકતાનો સંદેશ આપવા માટે તેની સરકારની મુખ્ય ટીમમાં શિંદેને તેના ડેપ્યુટી સીએમ તરીકે સામેલ કરવા માંગે છે. જોકે, શિવસેનાના નેતાઓએ કહ્યું છે કે તેઓ પીએમ નરેન્દ્ર મોદી અને શાહની પસંદગીને અનુસરશે. પરંતુ શિંદેએ આ પદ લેવાનો સ્પષ્ટપણે ઈનકાર કરી દીધો છે.
શિંદે સાથ આપે, તો અજિત પવાર સાઈડલાઈન થઈ શકે
ભાજપ પણ ઈચ્છે છે કે મહાવિકાસ આઘાડીના લોકો આ મહત્વના મુદ્દાને લઈને કોઈ નવો વિવાદ ઉભો ન કરે, તેથી ભાજપના નેતાઓ શિંદેને ડેપ્યુટી સીએમ પદ સ્વીકારવા સતત મનાવી રહ્યા છે. આ નિર્ણય અંગે અન્ય એક સૂત્રનું માનવું છે કે જો શિંદે સાચા ભાઈની જેમ ભાજપને સાથ-સહકાર આપતાં રહે તો ભાજપને વારંવાર અજિત પવાર તરફ જોવાની જરૂર નહીં પડે.






