ભારતથી ફિનલેન્ડ જશે શેખ હસીના? રાજકીય આશરાના દાવા અંગે યુરોપિયન દેશે આપ્યું આ નિવેદન
બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાની ભવિષ્યની યોજનાઓ વિશે ફિનલેન્ડ પાસે કોઈ માહિતી નથી. ફિનલેન્ડના વિદેશ મં

બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાની ભવિષ્યની યોજનાઓ વિશે ફિનલેન્ડ પાસે કોઈ માહિતી નથી. ફિનલેન્ડના વિદેશ મંત્રાલયે એવા અહેવાલો પર પ્રતિક્રિયા આપી હતી જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે તે યુરોપિયન દેશમાં જઈ શકે છે. શેખ હસીનાના આશ્રય માટે ફિનલેન્ડને વિકલ્પ તરીકે ગણવામાં આવી રહ્યું છે, પરંતુ અહીંના મંત્રાલયે સ્પષ્ટતા કરી કે, તેમની પાસે આ વિશે કોઈ માહિતી નથી.
શેખ હસીના હાલમાં ભારતમાં છે, અને હિંડન એર બેઝના સેફ હાઉસમાં રોકાયા છે. બાંગ્લાદેશમાં બળવા પછી હસીના ભારત આવી ગયા હતા અને ગાઝિયાબાદના હિંડન બેઝ પર ઉતર્યા હતા. અહીં રહીને તેઓ પોતાના માટે અન્ય સલામત ઘરની શોધ કરી રહ્યા છે. શેખ હસીનાના પુત્ર સાજીબ વાજેદે કોઈ પણ દેશમાં શરણ લેવા બાબતે સંપર્ક કરાયાનો ગઈકાલે ઈન્કાર કર્યો હતો. તેણે કહ્યું કે આખો પરિવાર વિદેશમાં રહે છે અને તે તેના પૌત્ર-પૌત્રીઓને મળવા માટે કોઈપણ દેશમાં જઈ શકે છે. તેણે આશ્રય મેળવવાના સમાચારને અફવા ગણાવી હતી.
શેખ હસીનાએ ભારત છોડીને અન્ય કોઈ દેશમાં શરણ લેવાના મુદ્દે ભારતીય મીડિયામાં એવો દાવો કરવામાં આવી રહ્યો હતો કે, તેણે બ્રિટનમાં શરણ માટે અરજી કરી છે. જો કે, ભારતીય મીડિયાને ટાંકીને સ્થાનિક મીડિયા રિપોર્ટ્સમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે, શેખ હસીના સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાતને પણ વિકલ્પ તરીકે વિચારી રહી છે, જ્યાં તે શરણ લેવાનો પ્રયાસ કરી શકે છે.
શેખ હસીના હાલમાં ભારતમાં છે પરંતુ તે સ્પષ્ટ નથી કે તે ક્યાં સુધી ભારતમાં રહેશે. રિપોર્ટ્સમાં એવો પણ દાવો કરવામાં આવી રહ્યો હતો કે, અમેરિકાએ તેમને આશ્રય આપવાનો ઈન્કાર કરી દીધો છે, પરંતુ અમેરિકાએ આ અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી. એવું કહેવાય છે કે પૂર્વ પીએમ હસીના કાં તો ફિનલેન્ડ જશે અથવા બ્રિટન, સાઉદી અથવા યુએઈમાં શરણ લેશે. જણાવી દઈએ કે શેખ હસીનાના આગળ શું કરશે તે હજી કંઈ સ્પષ્ટ નથી.






