મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

'દુનિયા બેલેટ પેપરનો ઉપયોગ કરી શકે તો આપણે કેમ નહીં?' શરદ પવારે EVM પર ઉઠાવ્યા સવાલ

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મહાવિકાસ અઘાડીની હાર બાદ હવે NCP(SP)ના પ્રમુખ શરદ પવારે ચૂંટણી પ્રક્રિયા પર સવાલ ઉઠાવ્યા

'દુનિયા બેલેટ પેપરનો ઉપયોગ કરી શકે તો આપણે કેમ નહીં?' શરદ પવારે EVM પર ઉઠાવ્યા સવાલ

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મહાવિકાસ અઘાડીની હાર બાદ હવે NCP(SP)ના પ્રમુખ શરદ પવારે ચૂંટણી પ્રક્રિયા પર સવાલ ઉઠાવ્યા છે. શરદ પવારે કહ્યું કે દુનિયાભરના દેશ લોકતાંત્રિક ચૂંટણીઓમાં બેલેટ પેપરનો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ ભારતમાં શા માટે EVMનો ઉપયોગ થઇ રહ્યો છે. શરદ પવારે મહાવિકાસ અઘાડી (MVA)ની હાર માટે EVM પર નિશાન સાધ્યું છે અને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો છે.

શરદ પવારે EVM પર ઉઠાવ્યા સવાલ

શરદ પવારે રવિવારે સોલાપુર જિલ્લાના મરકડવાડી ગામમાં મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામ વિરૂદ્ધ EVM વિરોધી પ્રદર્શન કર્યું હતું. શરદ પવારે ગ્રામીણો સાથે મુલાકાત કરી હતી અને બાદમાં કાર્યક્રમને સંબોધિત કર્યું હતું. આ દરમિયાન શરદ પવારે EVM પર ગંભીર સવાલ ઉઠાવ્યા હતા.

બેલેટ પેપર પર જનતાને વિશ્વાસ નથી

શરદ પવારે જનતાને સંબોધિત કરતા કહ્યું કે અહીં આવ્યા પહેલા મે સાંભળ્યું હતું કે અહીંના લોકો પર કેસ નોંધવામાં આવ્યો હતો કારણ કે તમે અલગ વલણ અપનાવ્યું હતું અને તમે  બેલેટ પેપરથી ચૂંટણી કરાવવા માંગતા હતા કારણ કે તમને પરિણામો પર વિશ્વાસ નહતો. આ આશ્ચર્યજનક છે.

શરદ પવારે EVM અને લોકોની ફરિયાદને લઇને કહ્યું કે તમે જે પણ ફરિયાદો મને સોપી છે, અમે તેને ચૂંટણી પંચ અને રાજ્યના મુખ્યમંત્રીને મોકલીશું અને એક પ્રસ્તાવ લાવીશું કે અમે EVMથી ચૂંટણી ઇચ્છતા નથી, બેલેટ પેપરથી ચૂંટણી થવી જોઇએ.

આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં ભાજપની વધશે મુશ્કેલી, શિંદે ગૃહમંત્રાલયની માંગ પર અડગ

NCP (SP) નેતા શરદ પવારે વધુમાં કહ્યું કે, અમેરિકા, ઇંગ્લેન્ડ અને કેટલાક યુરોપીયન દેશમાં EVMથી નહીં પણ બેલેટ પેપરથી ચૂંટણી યોજવામાં આવે છે. જ્યારે આખી દુનિયામાં બેલેટ પેપરથી ચૂંટણી થઇ રહી છે તો પછી ભારતમાં EVMનો ઉપયોગ કેમ થઇ રહ્યો છે.

મહારાષ્ટ્ર ચૂંટણીમાં MVAની થઇ હતી હાર

મહારાષ્ટ્રની 288 વિધાનસભા બેઠકમાંથી 233 બેઠક પર મહાયુતિની સરકારે જીત મેળવી હતી. ભાજપ 132, શિવસેના 55, NCP (અજિત) 40 બેઠક જીતી હતી. મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડણવીસ મુખ્યમંત્રી બન્યા છે.

આ સમાચાર શેર કરો