Video: આંધ્રપ્રદેશના મછલીપટ્ટનમમાં અર્નબ વાવાઝોડાની ગંભિર અસર

આંધ્રપ્રદેશના તટીય વિસ્તાર મછલીપટ્ટનમમાં વાવાઝોડાની અસરને પગલે ધોધમાર વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. તેજ પવન અને વાવાઝોડાના કારણે શહેરના મુખ્ય માર્ગો પર અનેક વૃક્ષો અને વીજળીના થાંભલાઓ ધરાશાયી થઈ ગયા છે. જેના કારણે અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે. નીચાણવાળા વિસ્તારો અને મુખ્ય રસ્તાઓ પર પાણી ભરાઈ જવાને કારણે વાહન ચાલક અને લોકોને ભારે પરેશાની થઈ રહી છે. સ્થાનિક પ્રશાસન અને આપત્તિ વ્યવસ્થાપન ટીમ તાત્કાલિક હરકતમાં આવી ગઈ છે. રસ્તાઓ પર પડેલા વૃક્ષો હટાવીને ટ્રાફિક પૂર્વવત કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. તંત્ર દ્વારા નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવા અને સુરક્ષિત સ્થળોએ રહેવા અપીલ કરવામાં આવી છે. વાવાઝોડાની અસરને કારણે મછલીપટ્ટનમમાં સતત વરસાદ પડી રહ્યો છે. જેના પગલે ચારેય તરફ જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે.






