Video: આંધ્રપ્રદેશમાં અર્નબ વાવાઝોડાએ વિનાશ વેર્યો

આંધ્રપ્રદેશમાં અર્નબ વાવાઝોડાએ વિનાશ વેર્યો છે. આ ચક્રવાત મંગળવારે મોડી રાત્રે સાડા ત્રણ વાગ્યે આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં ત્રાટકયું હતું. તોફાન દરમિયાન 125થી 135 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો. તેની અસરથી આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ, અનકાપલ્લી, કાકીનાડા અને કોન્સીમામાં ભારે વરસાદ પડયો હતો. તોફાની પવન સાથે વરસેલા ભારે વરસાદથી મોટાપાયે નુકસાન થયાનું અનુમાન છે. નીચાણવાળા વિસ્તારોમાં પૂરનું જોખમ જોતા હજારો લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. લોકોને સલામત સ્થળે ખસેડવા માટે આંધ્રપ્રદેશ અને ઓડિશામાં 40 આશ્રયસ્થાનો બનાવાયા છે. તોફાનને કારણે 50 ટ્રેનો અને વિજયવાડા-વિશાખાપટ્ટનમ એરપોર્ટ પરની 21 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. એર ઇન્ડિયાએ વિશાખાપટ્ટનમ-વિજયવાડાની ફ્લાઇટ માટે એડવાઇઝરી જાહેર કરી છે. ઓડિશામાં પણ ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. અહીં 16 જિલ્લાઓમાં શાળાઓ બંધ કરવામાં આવી છે અને 30 હજાર લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે.






