Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Senior Karnataka Congress leader and Deputy CM D.K. Shivakumar is the richest Chief Minister in the country..

VIDEO: કર્ણાટક કોંગ્રેસના વરિષ્ઠ નેતા ડેપ્યુટી સીએમ ડી.કે.શિવકુમાર દેશના સૌથી ધનિક મુખ્યમંત્રી..

Timeછેલ્લું અપડેટ : 04 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

કર્ણાટક કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ડેપ્યુટી સીએમ ડી.કે.શિવકુમાર દેશના સૌથી ધનિક મુખ્યમંત્રી બનવાની ચર્ચામાં છે. 2023ની વિધાનસભા ચૂંટણી દરમિયાન દાખલ કરાયેલા સોગંદનામા મુજબ તેમની અને તેમના આશ્રિતોની કુલ સંપત્તિ 1 હજાર 413.78 કરોડ રૂપિયા નોંધાઈ હતી. 2018માં તેમની સંપત્તિ 840.08 કરોડ રૂપિયા હતી, જેની સરખામણીએ નોંધપાત્ર વધારો થયો છે. તેમના ભાઈ અને પૂર્વ સાંસદ ડી.કે.સુરેશે પણ 2024ની લોકસભા ચૂંટણીમાં 593 કરોડ રૂપિયાની સંપત્તિ જાહેર કરી હતી. બીજી તરફ તેમના રાજકીય વિરોધીઓમાં એચ.ડી.કુમારસ્વામીનો સમાવેશ થાય છે, તેઓ વર્ષોથી તેમની સંપત્તિના સ્ત્રોતોને લઈને સવાલો ઉઠાવતા રહ્યા છે. શિવકુમાર સામે આવક કરતાં વધુ સંપત્તિ અને સત્તાના દુરુપયોગના આરોપો લાગ્યા હતા. જોકે ઘણા કેસ બંધ થઈ ગયા છે અથવા અદાલતે ફગાવી દીધા છે, જ્યારે કેટલાક કેસ હજુ પણ કોર્ટમાં પેન્ડિંગ છે..

App Store