મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીને અપોલો હોસ્પિટલમાં કરવામાં આવ્યા દાખલ

ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીને રાત્રે 9 વાગ્યે ડૉ. વિનીત સૂરીની દેખરેખ હેઠળ અપોલો હોસ્પિટલ

ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીને અપોલો હોસ્પિટલમાં કરવામાં આવ્યા દાખલ

ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીને રાત્રે 9 વાગ્યે ડૉ. વિનીત સૂરીની દેખરેખ હેઠળ અપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. એપોલો હોસ્પિટલે જણાવ્યું હતું કે ‘તે નિરીક્ષણ હેઠળ છે અને તેમની સ્થિતિ સ્થિર છે.’ 

નવી દિલ્હીમાં ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)માં દાખલ થયેલા બીજેપીના વરિષ્ઠ નેતા લાલ કૃષ્ણ અડવાણીને 27 જૂને બપોરે રજા આપવામાં આવી હતી. ગુરુવારે બપોરે 2 વાગ્યાની આસપાસ ભાજપના વરિષ્ઠ નેતાને રજા આપવામાં આવી હતી. હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા અનુસાર અડવાણીને 26 જૂને રાત્રે લગભગ 10.30 વાગ્યે એમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની યુરોલોજી વિભાગમાં સારવાર ચાલી રહી હતી. હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું હતું કે, "તેઓ ડૉ. અમલેશ શેઠની દેખરેખ હેઠળ સારવાર ચાલી રહી છે." ડૉક્ટરોએ જણાવ્યું કે 96 વર્ષીય અડવાણીની હાલત સ્થિર છે.

આ સમાચાર શેર કરો