મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO : અમરનાથ યાત્રા બેઝ કેમ્પ પર સુરક્ષા દળોનું સર્ચ ઓપરેશન

અમરનાથ યાત્રા શરૂ થવા આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે જમ્મુ અને કાશ્મીરના જ

અમરનાથ યાત્રા શરૂ થવા આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે જમ્મુ અને કાશ્મીરના જમ્મુમાં આવેલા ભગવતી નગર મુખ્ય બેઝ કેમ્પ ખાતે સુરક્ષા વ્યવસ્થાને લઈને વહીવટીતંત્ર અત્યંત સતર્ક બન્યું છે. સંવેદનશીલ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સુરક્ષા દળો, જમ્મુ-કાશ્મીર પોલીસ અને વિશેષ ટુકડીઓ દ્વારા સંયુક્ત રીતે બેઝ કેમ્પ અને તેની આસપાસના વિસ્તારોમાં વ્યાપક કોમ્બિંગ અને ક્લિયરિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આ ઓપરેશનનો મુખ્ય હેતુ યાત્રાના રૂટ અને કેમ્પ પરિસરને સંપૂર્ણપણે સુરક્ષિત કરવાનો અને કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિને નિષ્ફળ બનાવવાનો છે. વાર્ષિક તીર્થયાત્રા દરમિયાન દેશભરમાંથી આવતા લાખો શ્રદ્ધાળુઓની આતંકવાદી જોખમો સામે કડક સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ડ્રોન અને ડોગ સ્ક્વોડની મદદથી પણ બારીકાઈથી ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. વહીવટીતંત્ર દ્વારા સમગ્ર વિસ્તારમાં સુરક્ષા કવચ મજબૂત કરી દેવાયું છે.

આ સમાચાર શેર કરો