મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

જાણો કૈલાશ માનસરોવર નજીક આવેલા રાક્ષસ તળાવનું રહસ્ય, જ્યાં તિબેટના લોકો જતા ડરે છે

Rakshastal Near Kailash Mansarovar: ભગવાન શિવના નિવાસસ્થાન એટલે કૈલાસ પર્વત પાસે બે તળાવો આવેલા છે, પહેલું&n

જાણો કૈલાશ માનસરોવર નજીક આવેલા રાક્ષસ તળાવનું રહસ્ય, જ્યાં તિબેટના લોકો જતા ડરે છે

Rakshastal Near Kailash Mansarovar: ભગવાન શિવના નિવાસસ્થાન એટલે કૈલાસ પર્વત પાસે બે તળાવો આવેલા છે, પહેલું  કૈલાશ માનસરોવર અને બીજું- રાક્ષસ તળાવ.  પુરાણો અને અન્ય ગ્રંથોમાં માનસરોવર તળાવને ભગવાન બ્રહ્માના મનમાંથી ઉત્પન્ન થયું હોવાનું વર્ણન કરવામાં આવ્યું છે. બીજી બાજુ રાક્ષસ તળાવ પણ એટલું જ રહસ્યમય છે, જે તેના નામ પરથી ખ્યાલ આવી જાય છે. રાક્ષસ તાલનો શાબ્દિક અર્થ થાય છે "રાક્ષસનું તળાવ" અથવા "શેતાનનું તળાવ".

અર્ધચંદ્રાકાર આકારનું અને ખારા પાણીનું તળાવ

રાક્ષસ તળાવ અર્ધચંદ્રાકાર આકારનું અને ખારા પાણીનું તળાવ છે. અર્ધચંદ્રાકાર આકાર અંધકારનું પ્રતીક છે. પૌરાણિક માન્યતાઓ પ્રમાણે આ એ જ સ્થાન છે જ્યાં રાક્ષસ રાજા રાવણે ભગવાન શિવની તપસ્યા કરી હતી અને શિવની આરાધના કરી હતી. રાક્ષસ તળાવનું નિર્માણ ક્યારે અને કેવી રીતે થયું, તે વિશે અલગ-અલગ સિદ્ધાંતો છે. એન તેની સાથે કેટલીક વાર્તાઓ જોડાયેલી છે. 

કેવી રીતે બન્યું આ તળાવ ?

એક વાર્તા એવી છે કે, રાક્ષસ તળાવનું નિર્માણ ખુદ રાવણ દ્વારા કરવામાં આવ્યું હતું. જે ભગવાન શિવનો અનન્ય ઉપાસક હતા. રાવણ પોતાની ઈચ્છા પૂરી કરવા કૈલાસ પર્વત પર ગયો હતો. કૈલાસ જતા પહેલા રાક્ષસ તળાવમાં સ્નાન કર્યું અને ત્યાં જ ધ્યાન કરવા બેઠો હતો. પૌરાણિક કથાઓ પ્રમાણે જ્યારે રાવણે રાક્ષસ તળાવમાં ડૂબકી લગાવી ત્યારે આ તળાવ આસુરી શક્તિઓના કબજામાં આવી ગયું અને નકારાત્મકતાથી ભરાઈ ગયું.

એક સેકન્ડ પણ  જીવતી નથી રહેતી માછલી

રાક્ષસ તળાવનું પાણી એટલું બધુ ખારુ છે કે ત્યાં માછલી કે અન્ય કોઈ પ્રાણી તેની અંદર ટકી શકતા નથી. તળાવનું પાણી ગ્રે કલરનું દેખાય છે. સ્થાનિક લોકોનો દાવો છે કે, દર કેટલાક મહિને પાણીનો રંગ બદલાઈ જાય છે.

તળાવની નજીક પણ નથી જતા તિબેટીયનો

તિબેટના સ્થાનિક લોકો અને કેટલાક ગ્રંથોમાં રાક્ષસ તળાવ સાથે જોડાયેલા અન્ય દાવો પણ જોવા મળે છે. તે પ્રમાણે રાવણ ઈચ્છતો હતો કે, ભગવાન શિવને લંકામાં નિવાસ કરે. તેમને પ્રસન્ન કરવા માટે રાક્ષસે તળાવના કિનારે ઊંડું ધ્યાન લગાવ્યું હતું અને ભગવાન શિવની પૂજા- ઉપાસના કરી હતી.

રાક્ષસ તળાવ કૈલાશ પર્વતની પશ્ચિમ બાજુ લગભગ 50 કિલોમીટરના અંતરે આવેલું છે. તળાવની આસપાસ 4 ટાપુઓ છે - ડોલા, લાચતો, ટોપસરમા અને દોશરબા. રાક્ષસ તળાવને તિબેટીયન ભાષામાં લાંગગર ચો અથવા લ્હાનાગ ત્સો તરીકે ઓળખવામાં આવે છે, જેનો અર્થ થાય છે "ઝેરનું કાળું તળાવ". તિબેટીયનોનું માનવું છે કે, તેનું પાણી શાપિત છે. તેને સ્પર્શ કરવાથી પણ ઘણું નુકસાન થઈ શકે છે. એટલે તેઓ આ તળાવની નજીક પણ નથી જતા.

આ સમાચાર શેર કરો