અલગાવવાદી યાસીન મલિકની પત્નીએ રાહુલ ગાંધીને લખ્યો પત્ર, જેલમાં બંધ પતિને લઈને કરી આવી અપીલ
જમ્મુ કાશ્મીર લિબરેશન ફ્રન્ટ (JFLF)ના વડા અને અલગાવવાદી યાસીન મલિકની પત્ની મુશાલ હુસૈન મલિકે

જમ્મુ કાશ્મીર લિબરેશન ફ્રન્ટ (JFLF)ના વડા અને અલગાવવાદી યાસીન મલિકની પત્ની મુશાલ હુસૈન મલિકે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીને પત્ર લખ્યો છે. રાહુલ ગાંધીને લખેલા પત્રમાં મુશાલ મલિકે પોતાના જેલમાં બંધ પતિનો મુદ્દો સંસદમાં ઉઠાવવાની વિનંતી કરી છે. મુશાલે દાવો કર્યો છે કે તેના પતિ જમ્મુ-કાશ્મીરમાં શાંતિ જાળવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે. રાહુલને લખેલા પત્રમાં તેણે કહ્યું છે કે યાસીન મલિકને તેના વિરુદ્ધ બનાવટી કેસોમાં મૃત્યુદંડની માંગ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો : VIDEO: જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં કલમ-370ની બહાલીનો પ્રસ્તાવ ધ્વનિ મતથી પાસ, ભાજપે મચાવ્યો હોબાળો
NIAએ યાસીન મલિક માટે મૃત્યુદંડની માંગ કરી છે
માનવ અધિકાર અને મહિલા સશક્તિકરણના મુદ્દે પાકિસ્તાનના વડાપ્રધાનના સહાયક રહી ચૂકેલા મુશાલે રાહુલ ગાંધીને લખેલા પત્રમાં 3 દાયકા જૂના રાજદ્રોહ મામલામાં યાસીન મલિક વિરુદ્ધ ચાલી રહેલા કેસ તરફ તેમનું ધ્યાન દોર્યું છે. જેને લઈને નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી એટલે કે NIA એ તેને ફાંસીની સજાની વિનંતી કરી છે. NIAએ આ કેસમાં યાસીન મલિકને મૃત્યુદંડની સજાની માંગણી કરીને અપીલ દાખલ કરી છે. એજન્સીએ 2017ના આ કેસમાં યાસીન મલિક સહિત અનેક લોકો સામે ચાર્જશીટ રજૂ કરી હતી.
કોર્ટે યાસીન મલિકને આજીવન કેદની સજા ફટકારી છે
2022માં નીચલી અદાલતે યાસીન મલિકને આજીવન કેદની સજા ફટકારી હતી. મુશાલે પત્રમાં લખ્યું, 'યાસીન મલિક જેલમાં અમાનવીય વ્યવહારના વિરોધમાં 2 નવેમ્બરથી અનિશ્ચિત સમયની ભૂખ હડતાળ પર છે. આ ભૂખ હડતાલ મલિકના સ્વાસ્થ્ય પર વધુ ખતરનાક અસર કરશે. આ એક વ્યક્તિના જીવનને જોખમમાં મૂકશે જેણે શસ્ત્રો છોડવાનું અને અહિંસાના માર્ગને અનુસરવાનું પસંદ કર્યું છે.
મુશાલે આ કેસોને બનાવટી ગણાવ્યા
મુશાલે કહ્યું, 'યાસીન મલિક પર 35 વર્ષ જૂન કેસમાં ભારત કાવતરું કરવા બદલ કાર્યવાહી કરવામાં આવી રહી છે અને હવે NIA તેની વિરુદ્ધ નોંધાયેલા બનાવટી કેસોમાં તેના માટે મૃત્યુદંડની માંગ કરી રહી છે. હું તમને (રાહુલ)ને વિનંતી કરું છું કે તમે સંસદમાં તમારા ઉચ્ચ નૈતિક અને રાજકીય પ્રભાવનો ઉપયોગ કરો અને યાસીન મલિકના કેસ પર ચર્ચા શરૂ કરો, જેનાથી જમ્મુ અને કાશ્મીરમાં 'બનાવટી' નહીં પણ વાસ્તવિક શાંતિ સ્થપાઈ શકે'.







