મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

અદાણી ગ્રુપ સાથેના સાંઠગાંઠના આરોપ પર SEBIના ચેરપર્સન માધવી બૂચનો જવાબ

SEBIના ચેરપર્સન માધબી પુરી બૂચે રવિવારે જણાવ્યું હતું કે, અમારી તરફથી હિંડનબર્ગને ઘણી વ

અદાણી ગ્રુપ સાથેના સાંઠગાંઠના આરોપ પર SEBIના ચેરપર્સન માધવી બૂચનો જવાબ

SEBIના ચેરપર્સન માધબી પુરી બૂચે રવિવારે જણાવ્યું હતું કે, અમારી તરફથી હિંડનબર્ગને ઘણી વખત કારણ બતાવો નોટિસ મોકલવામાં આવી હતી. પરંતુ, તેમણે તેમને જવાબ આપ્યો ન હતો. બદલામાં, તેઓએ સેબી જેવી પ્રતિષ્ઠિત સંસ્થાની વિશ્વસનીયતા પર પ્રશ્નો ઉભા કર્યા છે. તે ખૂબ જ દુઃખદ છે કે આ નોટિસનો જવાબ આપવાને બદલે, હિન્ડેનબર્ગે સેબીની વિશ્વસનીયતા પર હુમલો કરવાનું અને ચારિત્ર્ય હત્યા કરવાનું પસંદ કર્યું છે. હિંડનબર્ગ રિસર્ચે સેબીના ચેરપર્સન પર પણ અંગત પ્રહારો કર્યા છે. હિન્ડેનબર્ગે શનિવારની મોડી રાત્રે કહેવાતા દસ્તાવેજને ટાંકીને એક અહેવાલ બહાર પાડ્યો હતો અને સેબીના વડા માધાબી પુરી બુચ અને તેમના પતિ ધવલ બુચ સામે અનેક આક્ષેપો કર્યા હતા.

શોર્ટ સેલર હિંડનબર્ગ રિસર્ચે અદાણી સાથે સાંઠગાંઠના આરોપ પર માધબી પુરી બુચ અને તેમના પતિ ધવલ બુચે વિસ્તૃત જવાબ આપ્યો છે. 

સેબીમાં જોડાયાના બે વર્ષ પહેલા કર્યું હતું રોકાણ: બુચ
 
નવા જવાબમાં બુચ દંપત્તિએ કહ્યું છે કે હિંડનબર્ગ દ્વારા જે ફંડનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે રોકાણ તેમણે વર્ષ 2015માં કર્યું હતું. ત્યારે તેઓ બંને (માધબી પુરી બુચ અને તેમના પતિ ધવલ બુચ) સિંગાપોરના નાગરિક હતા અને SEBIમાં જોડાયાના બે વર્ષ પહેલા આ રોકાણ કરવામાં આવ્યું હતું. 

બાળપણના મિત્રની સલાહથી રોકાણ કર્યું: બુચ 

વધુમાં જણાવતા બુચ દંપત્તિએ કહ્યું છે કે આ રોકાણ તેમણે ધવલના ખાસ મિત્ર તથા ચીફ ઈન્વેસ્ટમેન્ટ ઓફિસર અનિલ આહુજાની સલાહ પર કર્યું હતું. અનિલ આહુજા બાળપણથી લઈને IIT સુધી ધવલ બુચના મિત્ર હતા. અનિલ આહુજાએ સિટીબેન્ક, જે પી મોર્ગન તથા 3i ગ્રૂપ જેવી સંસ્થાઓમાં કામ કર્યું છે. 

2018માં રોકાણ પરત ખેંચ્યું: બુચ 

બુચ દંપત્તિનો દાવો છે કે જ્યારે વર્ષ 2018માં તેમને જાણ થઈ કે આહુજાએ ફંડના CIO રૂપે પદ છોડી દીધું છે ત્યારે તેમણે પણ પોતાનું રોકાણ પાછું ખેંચી લીધું હતું. આ ફંડનો ક્યારેય અદાણીની કોઈ કંપનીના બોન્ડ કે ઈક્વિટીમાં ઉપયોગ કરાયો નથી. 

નોંધનીય છે કે 10મી ઓગસ્ટે હિંડનબર્ગ રિસર્ચ દ્વારા સેબીના ચેરપર્સન  માધબી પુરી બુચ પર ગંભીર આરોપ લગાવવામાં આવ્યા હતા. હિંડનબર્ગ દાવો હતો કે અદાણી ગ્રૂપ સાથે જોડાયેલી ઑફશોર કંપનીમાં  માધબી પુરી બુચ અને તેમના પતિની ભાગીદારી હતી. 

હિંડનબર્ગના રિપોર્ટ બાદ બુચ દંપત્તિએ તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યું સફાઇ આપી હતી કે, SEBIએ હિંડનબર્ગને કારણ બતાવો નોટિસ ફટકારી હતી તેથી બદલાની ભાવના રાખીને તેમનું ચરિત્રરણ કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. 

અમારા કોઈ કોમર્શિયલ સંબંધ નથી: અદાણી 

હિંડનબર્ગના આરોપો પર અદાણી ગ્રૂપ દ્વારા પણ જવાબ આપવામાં આવ્યો છે. અદાણીએ પણ આરોપો નકારીને કહ્યું છે કે અગાઉ તપાસ થઈ ચૂકી છે અને તમામ આરોપ આધારહીન સાબિત થઈ ચૂક્યા છે. સુપ્રીમ કોર્ટે માર્ચ 2023માં જ આ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા હતા. ગ્રૂપનું કહેવું છે કે તેમના ઓવરસીઝ હોલ્ડિંગ સ્ટ્રક્ચરમાં પારદર્શિતા છે અને સમય સમય પર પબ્લિક ડોક્યુમેન્ટના માધ્યમથી જાણકારીઓ આપવામાં આવે છે. રિપોર્ટમાં જે લોકોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેમની સાથે અમારા કોઈ જ કોમર્શિયલ સંબંધ નથી. 

આ સમાચાર શેર કરો