Video: પઝહવેરકાડુમાં દરિયો તોફાની

સોર્સ: gstv

તમિલનાડુના તિરુવલ્લુર જિલ્લાના પઝહવેરકાડુ વિસ્તારમાં ચક્રવાત મુરાસુની અસર જોવા મળી રહી છે. ચક્રવાતના સંભવિત લેન્ડફોલ પહેલાં દરિયો તોફાની બન્યો છે અને દરિયામાં ઊંચાં મોજાં ઉછળી રહ્યાં છે. દરિયાકાંઠે પવનની ગતિ વધતાં વાતાવરણમાં ભારે હલચલ જોવા મળી રહી છે. દરિયો ગાંડોતૂર બનતાં સ્થાનિકોમાં ચિંતા જોવા મળી રહી છે. ચક્રવાતની સંભવિત અસરને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા દરિયાકાંઠાના વિસ્તારોમાં સાવચેતી રાખવામાં આવી રહી છે. લોકોને દરિયાથી દૂર રહેવા અને સુરક્ષાના નિયમોનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત