મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

દિલ્હી-NCRમાં પ્રદૂષણ મુદ્દે SCનો ઓર્ડર, શાળાઓ બંધ કરોઃ હવે માત્ર ઓનલાઈન વર્ગો

સુપ્રીમ કોર્ટે પ્રદૂષણના અનિયંત્રિત સ્તરને ધ્યાનમાં રાખીને સમગ્ર દિલ્હી-NCRમાં શાળાઓ બંધ કરવાનો આદે

દિલ્હી-NCRમાં પ્રદૂષણ મુદ્દે SCનો ઓર્ડર, શાળાઓ બંધ કરોઃ હવે માત્ર ઓનલાઈન વર્ગો

સુપ્રીમ કોર્ટે પ્રદૂષણના અનિયંત્રિત સ્તરને ધ્યાનમાં રાખીને સમગ્ર દિલ્હી-NCRમાં શાળાઓ બંધ કરવાનો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે NCRની સરકારોને આ અંગે તાત્કાલિક નિર્ણય લેવા જણાવ્યું છે. દિલ્હીમાં 10મા અને 12મા ધોરણનો ઓનલાઈન અભ્યાસ કરાવવાનો આદેશ પણ આપવામાં આવ્યા છે. આ બે વર્ગો સિવાય રાજધાનીમાં બાકીના વિદ્યાર્થીઓ માટે શાળાઓ પહેલેથી જ બંધ કરી દેવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે તમામ રાજ્યોને તાત્કાલિક અસરથી ધોરણ 12 સુધી તમામ વર્ગો ઑફલાઇન મોડમાં ચલાવવાથી અટકાવવામાં આવે.

આ પણ વાંચોઃ 'કોર્ટ રૂમની અંદર AQI 990', દિલ્હીમાં પ્રદૂષણને લઈને સુપ્રીમ કોર્ટે આપ્યા આદેશ

ખતરનાક પ્રદૂષણની સ્થિતિને કાબૂમાં લેવા માટે કડક પગલાં લાગુ કરવામાં વિલંબને ધ્યાનમાં રાખીને કોર્ટે એક ટીમ બનાવવાનું કહ્યું છે. આ ટીમ GRAPના 4થા તબક્કાના પ્રતિબંધો લાગુ કરશે. જે AQI 450 થી નીચે હોવા છતાં પણ અમલમાં રહેશે. જસ્ટિસ અભય એસ ઓકા અને જસ્ટિસ ઑગસ્ટિન જ્યોર્જ મસીહની ખંડપીઠે કહ્યું કે નાગરિકોને પ્રદૂષણ મુક્ત વાતાવરણ પૂરું પાડવું એ તમામ રાજ્યોની બંધારણીય ફરજ છે. બેન્ચે કહ્યું કે જો AQI સ્તર 450થી નીચે આવે તો પણ અમે GRAPના 4થા તબક્કા હેઠળના નિયંત્રણો ચાલુ રાખવાનો નિર્દેશ આપીએ છીએ. 
 
આ પહેલા કેન્દ્રની એર ક્વોલિટી કમિટીએ GRAPના ચોથા તબક્કા હેઠળ દિલ્હી-NCR માટે પ્રદૂષણ નિયંત્રણ માટે કડક પગલાં ભરવામાં આવ્યા હતા. સોમવારે સવારે 8 વાગ્યાથી આ પ્રતિબંધો લાગુ થઈ ગયા છે. જે અંતર્ગત ટ્રકોના પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે અને સાર્વજનિક બાંધકામ પ્રોજેક્ટને અસ્થાયી રૂપે બંધ કરી દેવામાં આવ્યા છે. સ્કૂલોને બંધ રાખવાનો પણ આદેશ અપાયો છે.
 
દિલ્હી NCRની હાલત એટલી ખરાબ થઈ ગઈ છે કે ઘણા વિસ્તારોમાં AQI લેવલ 1000ને પાર કરી ગયું છે. આને ધ્યાનમાં રાખીને રાજધાનીમાં ગ્રાફ-4 લાગુ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. ધોરણ 10 અને 12ના શાળાના બાળકોના વર્ગો પણ ઓનલાઈન કરવાનો આદેશ આવ્યો છે. જોકે, આજે આ ગ્રેપ-4ના અમલીકરણને લગતી બેઠક પણ રદ કરવામાં આવી છે. તેનું આયોજન દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાય દ્વારા કરવામાં આવ્યું હતું, પરંતુ વિવિધ વિભાગોના અધિકારીઓ હાજર ન હોવાને કારણે બેઠક રદ કરવામાં આવી હતી. જો કે, મંત્રી રાયે તે અધિકારીઓને ફરીથી જોડાવા માટે આદેશો મોકલ્યા હતા.

આ સમાચાર શેર કરો