મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

સંજય રાઉતની મુશ્કેલી વધી, માનહાનિ કેસમાં કોર્ટે સંભળાવી સજા; 25 હજારનો દંડ પણ ફટકાર્યો

માનહાનિ કેસમાં શિવસેના સાંસદ (ઉદ્ધવ જૂથ) સંજય રાઉતને દોષી ઠેરવવામાં આવ્યા છે. કોર્ટે તેમે 15 દિવ

સંજય રાઉતની મુશ્કેલી વધી, માનહાનિ કેસમાં કોર્ટે સંભળાવી સજા; 25 હજારનો દંડ પણ ફટકાર્યો

માનહાનિ કેસમાં શિવસેના સાંસદ (ઉદ્ધવ જૂથ) સંજય રાઉતને દોષી ઠેરવવામાં આવ્યા છે. કોર્ટે તેમે 15 દિવસની જેલની સજા સંભળાવી છે. આ સાથે જ 25 હજાર રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. ભાજપના નેતા કિરીટ સોમૈયાના પત્ની મેઘા કિરીટે સંજય રાઉત વિરૂદ્ધ કેસ નોંધાવ્યો હતો. કિરીટ સોમૈયાના પત્નીએ સંજય રાઉત સામે 100 કરોડ રૂપિયાના માનહાનિનો કેસ દાખલ કર્યો હતો.

સંજય રાઉતે મેઘા પર 100 કરોડ રૂપિયાના શૌચાલય કૌભાંડમાં સામેલ થવાનો આરોપ લગાવ્યો હતો. રાઉતના આરોપોને મેઘાએ ફગાવી દીધા હતા અને કહ્યું હતું કે તેમના પર લગાવવામાં આવેલા રાઉતના આરોપ ખોટા અને અપમાનજનક પ્રકૃતિના છે.

કિરીટ સૌમૈયાની પત્નીએ નોંધાવ્યો હતો કેસ

આ ઘટના વર્ષ 2022ની છે. સંજય રાઉતે મેઘા સોમૈયા પર મુલુંડમાં શૌચાલય કૌભાંડમાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો હતો. તે બાદ કિરીટ સોમૈયાએ સંજય રાઉતને આ આરોપોના પુરાવા આપવાનો પડકાર ફેક્યો હતો. જોકે, સંજય રાઉત દ્વારા કોઇ પુરાવા ના આપવા પર મેઘા સોમૈયાએ સંજય રાઉત વિરૂદ્ધ 100 કરોડ રૂપિયાના માનહાનિનો કેસ દાખલ કર્યો હતો.

કોર્ટે રદ કરી સજા

સંજય રાઉતને માનહાનિ કેસ માટે IPCની કલમ 500નો દોષી ઠેરવવામાં આવ્યો છે. કસ્ટડીમાં ગયા દરમિયાન સંજય રાઉત મેજિસ્ટ્રેટ કોર્ટની બહાર શાંત બેઠા રહ્યાં હતા અને કહેવા લાગ્યા હતા 'હવે હું જેલમાં જઇશ'.

જોકે, તેમના વકીલ ભાઇ સુનીલ રાઉતે કહ્યું કે, તેમને જામીન અરજી દાખલ કરી છે અને મેજિસ્ટ્રેટ કોર્ટના આદેશ વિરૂદ્ધ મુંબઇ સેશન કોર્ટમાં અપીલ કરશે.

રાઉતના વકીલ દ્વારા દાખલ એક અરજી પર મેજિસ્ટ્રેટ અદાલતે સજાને 30 દિવસ માટે સસ્પેન્ડ કરી દીધી છે. ઔપચારિકતા પૂર્ણ કરવા અને 15000ના બોન્ડ ભર્યા બાદ હવે સંજય રાઉત કોર્ટની બહાર આવશે.

આ સમાચાર શેર કરો