મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

સંજય દત્તનો લોકસભા ચૂંટણી લડવાનો ઇનકાર, સોશિયલ મીડિયા પર ચાલતી અફવાઓનો આવ્યો અંત

બોલિવૂડ એક્ટર સંજય દત્તે ક્લિયર કર્યું કે તે રાજકારણમાં સામેલ નહીં થાય. કેટલાક મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો

સંજય દત્તનો લોકસભા ચૂંટણી લડવાનો ઇનકાર, સોશિયલ મીડિયા પર ચાલતી અફવાઓનો આવ્યો અંત

બોલિવૂડ એક્ટર સંજય દત્તે ક્લિયર કર્યું કે તે રાજકારણમાં સામેલ નહીં થાય. કેટલાક મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે સંજય દત્ત લોકસભા ચૂંટણી લડી શકે છે. એક્ટ્રેસે આ અફવાઓને ફગાવતા દાવો કર્યો કે આ સત્ય નથી અને તેને પોતાના ફેન્સ અને ફોલોઅર્સને સોશિયલ મીડિયા પર ચાલતી અફવાઓ પર વિશ્વાસ ના કરવા માટે કહ્યું છે.

સંજય દત્તે રાજકારણમાં આવવાનો ઇનકાર કર્યો

સોમવારે પોતાના ઓફિશિયલ એક્સ એકાઉન્ટ પર અભિનેતાએ લખ્યુ, “હું રાજનીતિમાં સામેલ થવાની તમામ અફવાઓ પર વિરામ લગાવવા માંગુ છું. હું કોઇ પણ પાર્ટીમાં સામેલ થવા નથી જઇ રહ્યો અને ના તો ચૂંટણી લડી રહ્યો છું. જો હું રાજનીતિમાં પગ મુકવાનો નિર્ણય કરીશ તો તેની જાહેરાત પણ હું ખુદ કરીશ.”

સંજય દત્તે કહ્યું, ‘હજુ સુધી મારા વિશે સમાચારમાં જે પણ ચાલી રહ્યું છે, તેના પર વિશ્વાસ કરતા બચો.’

કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડવાની હતી ચર્ચા

મહત્ત્વપૂર્ણ છે કે સંજય દત્તના પિતા કોંગ્રેસની મનમોહન સિંહ સરકારમાં મંત્રી હતા, તેમના બહેન પ્રિયા દત્ત પણ સાંસદ રહી ચુક્યા છે. હરિયાણાની કરનાલ બેઠક પર કોંગ્રેસ ભાજપ વિરૂદ્ધ મજબૂત ઉમેદવાર ઉતારવા માંગે છે. આ કારણે સંજય દત્તનું નામ ચર્ચામાં હતું. સંજય દત્ત ઇનેલો નેતા અભય સિંહ ચૌટાલા માટે પ્રચાર કરવા માટે કેટલીક વખત હરિયાણા આવ્યા હતા. આ માટે આવી અફવાઓ ઉંડી હતી. જોકે, હવે સંજય દત્તે આ સમાચારને લઇને પોતાની સ્પષ્ટતા કરી છે.

સંજય દત્તનું વર્ક ફ્રંટ

સંજય દત્ત તાજેતરમાં વિજય સાથે તમિલ એક્શન થ્રિલર લિયોમાં જોવા મળ્યો હતો. રીલિઝ થયેલી શાહરૂખ ખાનની બ્લૉકબસ્ટર ફિલ્મ ‘જવાન’માં સંજય દત્તનો કેમિયો હતો. સંજય દત્ત હવે અહેમદ ખાન દ્વારા વેલકમ ફ્રેન્ચાઇઝીની ‘વેલકમ ટૂ ધ જંગલ’માં અક્ષય કુમાર, રવીના ટંડન, દિશા પટણી અને અરશદ વારસી સાથે જોવા મળશે.

આ સમાચાર શેર કરો