પશ્ચિમ બંગાળમાં વોટિંગ દરમિયાન સંદેશખાલીની સ્થિતિ કથળી, મહિલાઓએ પોલીસ સ્ટેશનને ઘેર્યું
પશ્ચિમ બંગાળમાં લોકસભા ચૂંટણીના સાતમા તબક્કા માટે મતદાન થઈ રહ્યું છે. આ દરમિયાન રાજ્યના વિવિધ ભ

પશ્ચિમ બંગાળમાં લોકસભા ચૂંટણીના સાતમા તબક્કા માટે મતદાન થઈ રહ્યું છે. આ દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાંથી હિંસાના અહેવાલો સામે આવી રહ્યા છે. ચૂંટણી પ્રચાર દરમિયાન ચર્ચામાં રહેલ સંદેશખાલીનું વાતાવરણ પણ બગડ્યું છે. અહીં મહિલાઓએ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો છે. સ્થિતિને કાબુમાં લેવા માટે ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. મહિલાઓએ રાજબારી પોલીસ ચોકીને ઘેરીને સૂત્રોચ્ચાર કર્યા હતા.
સંદેશખાલીના શેખપરા આગરાટી ગામના લોકોએ હોબાળો મચાવ્યો હતો. આ લોકોનો આરોપ છે કે ગામના એક ઘરમાં કોઈએ બોમ્બ મુક્યો હતો. પોલીસે આ કેસમાં 19 વર્ષના છોકરાની ધરપકડ કરી છે. આ સિવાય વધુ બે લોકોની અટકાયત કરવામાં આવી છે. સ્થાનિક લોકોના વિરોધ બાદ પોલીસે છોકરાને છોડી દીધો હતો, પરંતુ અટકાયત કરાયેલા બે લોકોને છોડવામાં આવ્યા નથી. આ બાબતે અહીં વિરોધ બાદ બબાલ મચી હતી.
સંદેશખાલીમાં પણ મહિલાઓએ દેખાવો કર્યા હતા
પશ્ચિમ બંગાળમાં વોટિંગ દરમિયાન સંદેશખાલી ઉપરાંત ભાંગરમાં પણ હિંસાની માહિતી સામે આવી છે. શુક્રવારે મોડી રાત્રે હિંસાના બનાવો શરૂ થઈ ગયા હતા. જે શનિવારે મતદાન પ્રક્રિયા શરૂ થઈ ત્યાં સુધી ચાલુ રહી હતી. સંદેશખાલી બસીરહાટ લોકસભા હેઠળ આવે છે અને ભાંગર જાદવપુર લોકસભા હેઠળ આવે છે. આ બંને સ્થળો હિંસાનું કેન્દ્ર છે. શુક્રવારે રાત્રે સંદેશખાલીમાં પણ મહિલાઓએ દેખાવો કર્યા હતા. તેમણે કહ્યું કે પોલીસની સાથે ટીએમસી કાર્યકર્તાઓ તેમના પરિવારને ધમકાવી રહ્યા છે.
વિરોધ પ્રદર્શન કરી રહેલી મહિલાઓનો આરોપ છે કે સ્થાનિક ગુંડાઓ સસ્પેન્ડેડ ટીએમસી નેતા શેખ શાહજહાંના માણસો હતા, જેઓ તેમના ઘરમાં ઘૂસીને ધમકાવી રહ્યા હતા. શેખ શાહજહાં હાલ જેલમાં છે. પશ્ચિમ બંગાળ વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા સુવેન્દુ અધિકારી અને BJP IT સેલના વડા અમિત માલવિયાએ સંદેશખાલીમાં વિરોધ કરી રહેલી મહિલાઓના વીડિયો શેર કર્યા છે. તેમના દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં મહિલાઓ પ્રદર્શન કરતી જોવા મળી હતી.
અમિત માલવિયાએ મુખ્યમંત્રી મમતા બેનર્જીના ઈશારે પશ્ચિમ બંગાળ પોલીસે સંદેશખાલીના મતદારોને ડરાવવા માટે અડધી રાત્રે ઓપરેશન હાથ ધર્યું હતું. ભાજપના નેતા સુવેન્દુ અધિકારીએ પણ દાવો કર્યો હતો કે, સિવિલ ડ્રેસમાં પોલીસ કર્મચારીઓ,સિવિક વોલેન્ટિયર્સ વોટર્સ ખાસ કરીને મહિલાઓને ડરાવવા માટે આ વિસ્તારની આસપાસ ફરે છે. જો કે, પોલીસે આ આરોપોને નકારી કાઢ્યા છે. કહ્યું કે ભાજપના કાર્યકરોએ લોકોને માર માર્યો હતો. જેના કારણે હિંસા થઈ હતી.








