નિમાડના સંત સિયારામનો દેહ પંચતત્ત્વમાં વિલિન, 110 વર્ષની ઉંમરે નિધનઃ સીએમ સહિત અનેક શ્રદ્ધાળુ રહ્યા હાજર
મધ્ય પ્રદેશના નિમાડમાં રહેતા અને એક પગ પર 12 વર્ષ સુધી તપ કરનારા 110 વર્ષીય સંત બાબા સિયારામ

મધ્ય પ્રદેશના નિમાડમાં રહેતા અને એક પગ પર 12 વર્ષ સુધી તપ કરનારા 110 વર્ષીય સંત બાબા સિયારામ દેવલોક પામ્યા છે. સિયારામ બાબાના નિધનના સમાચારે બધાને ચોંકાવી દીધા છે. અંતિમ દર્શન કરવા માટે તેમના શ્રદ્ધાળુઓની ભારે ભીડ ઉમટી પડી છે. સિયારામ બાબા વિશે કહેવાય છે કે, તેઓ હનુમાનજીના પરમ ભક્ત હતા અને તેમણે પોતાનું આખું જીવન ભક્તિ-સાધનામાં જ વિતાવ્યું હતું.
બુધવારે સાંજે ખરગોન જિલ્લાના કસરાવડ તાલુકામાં નર્મદાના કિનારે સ્થિત ગામ તેલી ભટ્ટાયણ પહોંચેલા ડૉ. મોહન યાદવે સંત સિયારામ બાબાને શ્રદ્ધાંજલિ આપી હતી. સ્થળ પર ઉપસ્થિત વિશાળ જનમેદનીને સંબોધતા તેમણે કહ્યું કે, આ વિસ્તારને ધાર્મિક પ્રવાસન વિસ્તાર તરીકે વિકસાવવામાં આવશે. આ ઉપરાંત ગ્રામજનોની સહમતિથી તેલી ભટ્ટાયણ ગામનું નામ સિયારામ બાબાના નામ પર રાખવામાં આવશે.
અંતિમ દર્શન માટે આશ્રમમાં રાખવામાં આવ્યો હતો પાર્થિવ દેહ
પોલીસ પ્રશાસન દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે ખરગોન સ્થિત આશ્રમમાં રાખવામાં આવ્યો હતો. તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો હતો.
દાનમાં લેતા હતા માત્ર 10 રૂપિયા
સિયારામ બાબા વિશે તેમના સેવકોએ જણાવ્યું છે કે, હનુમાન ભક્ત બાબા મોટાભાગે દાનમાં માત્ર 10 રૂપિયા લેતા હતા. આ રકમ નર્મદા ઘાટ અને વિવિધ ધાર્મિક સંસ્થાઓના સમારકામ માટે આપવામાં આવી હતી. સેવકોના કહેવા પ્રમાણે બાબા બહુ ભણેલા ન હોવા છતાં, તેઓ સતત રામચરિતમાનસનો પાઠ કરતા હતા.
12 વર્ષ સુધી એક પગ પર કરી હતી તપસ્યા
સિયારામ બાબા આશ્રમમાં આવતા ભક્તોને આધ્યાત્મિક માર્ગદર્શનથી ભરી દેતા હતા અને તેમને સકારાત્મક ઉર્જાથી ભરી દેતા હતા, જેના કારણે તેમના શ્રદ્ધાળુઓની સંખ્યા ઝડપથી વધી રહી હતી.
બાબાના સેવકોએ જણાવ્યું કે, સિયારામ બાબાએ 12 વર્ષ સુધી એક પગ પર ઉભા રહીને તપસ્યા કરી હતી. એટલું જ નહીં તેઓ દરેક ઋતુમાં લંગોટી જ પહેરતા હતા. તેઓ પોતાનું કામ કરવા ઉપરાંત ભોજન પણ જાતે જ બનાવતા હતા.







