Russia: પુતિનની ભારત યાત્રા પહેલા રશિયન ડાંસરોનો પંજાબી ડાંસ વાયરલ

Russia: રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન થોડીક ક્ષણોમાં ભારત પહોંચશે. પુતિનના ભારત પ્રવાસ પહેલા બે દિવસ ભારત પ્રવાસ બંને દેશ માટે અતિ મહત્ત્વનો છે. પુતિન અહીં પીએમ મોદી સાથે 23મા ભારત-રશિયા શિખર સંમેલન સહિત ઘણા પ્રમુખ સંવાદ કાર્યક્રમમાં હાજર રહેવાના છે. આ હાઈ-પ્રોફાઈલ પ્રવાસ પહેલા ભારતીય સંગીત પર રશિયન નર્તકોનો ડાંસ કરતો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
ડિપ્લોમસી વિધ એ બિટ
રશિયન સરકારી ચેનલે આ વીડિયો શેર કર્યો છે. જેનું કેપ્શન છે કે ડિપ્લોમસી વિધ એ બિટ. પુતિનની યાત્રા પહેલા રશિયનોએ દેશી અંદાજમાં નૃત્ય કર્યું હતું. આ વીડિયોમાં મહિલા ડાન્સર, પુરુષોએ પંજાબીના લોકપ્રિય ગીત મુંડિયા તો બચ કે રહી પર ડાંસ કરતા નજરે પડી રહ્યા છે. આરટીવીએ પોતાની પોસ્ટમાં લખ્યું કે રાષ્ટ્રપતિ પુતિન આવતીકાલે પહોંચે તે પહેલા રશિયન ડાંસરોનો ભારતીય કોરિયોગ્રાફીને પરફેક્ટ કરવાનો આ વીડિયો બંને દેશોએ શેર કરેલો જીવંત સાંસ્કૃતિક બંધનને દર્શાવે છે.
રશિયન રાષ્ટ્રપતિની ભારત મુલાકાતે
રાષ્ટ્રપતિ પુતિન ગુરુવારે સાંજે 23મી ભારત-રશિયા વાર્ષિક શિખર સંમેલન માટે ભારત પહોંચશે. 2022માં યુક્રેન યુદ્ધ ફાટી નીકળ્યા પછી આ તેમની ભારતની પહેલી મુલાકાત છે. તેમની છેલ્લી મુલાકાત ડિસેમ્બર 2021માં હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આમંત્રણ પર, તેમની બે દિવસીય રાજ્ય મુલાકાતનો કાર્યક્રમ નીચે મુજબ છે:
શુક્રવાર (5 ડિસેમ્બર): આ મુલાકાત રાષ્ટ્રપતિ ભવનમાં ઔપચારિક સ્વાગત અને ત્રિ-સેના ગાર્ડ ઓફ ઓનર સાથે શરૂ થશે.આ પછી, તેઓ રાજઘાટની મુલાકાત લેશે અને મહાત્મા ગાંધીની સમાધિ પર શ્રદ્ધાંજલી આપશે. વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ પુતિન હૈદરાબાદ હાઉસ ખાતે પ્રતિનિધિમંડળો સાથે ઉચ્ચ સ્તરીય રાજદ્વારી વાટાઘાટો કરશે.
સંરક્ષણ અને પરમાણુ સહયોગ મુખ્ય એજન્ડા
પુતિનની મુલાકાત પહેલા, ક્રેમલિન (રશિયન રાષ્ટ્રપતિ કાર્યાલય) એ પુષ્ટિ આપી છે કે સંરક્ષણ સહયોગ ચર્ચાનો મુખ્ય મુદ્દો રહેશે. ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે જણાવ્યું હતું કે ચર્ચામાં વધારાની S-400 લાંબા અંતરની હવાઈ સંરક્ષણ પ્રણાલીઓનું વેચાણ શામેલ હોઈ શકે છે. તેમણે એમ પણ કહ્યું કે મૉસ્કોને આશા છે કે ભારત રશિયાના પાંચમી પેઢીના સ્ટીલ્થ ફાઈટર Su-57માં તેના સંભવિત હિતની ચર્ચા કરશે, જેને તેમણે "વિશ્વનું શ્રેષ્ઠ વિમાન" ગણાવ્યું હતું.

